July 30, 2024 8:01 PM

રાજ્યસભામાં આજે સામાન્ય બજેટ 2024-25 પર ચર્ચા ફરી શરૂ થઈ

રાજ્યસભામાં આજે સામાન્ય બજેટ 2024-25 પર ચર્ચા ફરી શરૂ થઈ. ચર્ચામાં ભાગ લેતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સરકારે રાજકોષીય અભિગમ અપનાવ્યો છે અને 2014 થી દેશની નાણાકીય સ્થિતિ જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, આ વર્ષના બજેટમાં યુવાનો માટે નોકરીઓનું સર્જન કરવા પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.. તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં દેશમાં રસ્તાઓ, એરપોર્ટ, દરિયાઈ બંદરો અને નવીનીકરણીય ઊર્જાનું વ્યાપક નેટવર્ક બનાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભુવનેશ્વર કલિ...