September 26, 2024 9:33 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે. ત્યાં તેઓ 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી જિલ્લા અદાલતથી સ્વારગેટ સુધી શરૂ થનારી મેટ્રો ટ્રેનને પણ લીલીઝંડી આપશે. સુપર કોમ્પ્યુટિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ દેશમાં વિકસિત આશરે 130 કરોડ રૂપિયાના મૂલ્યના ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કરશે. અત્યાધુનિક વૈજ્...

September 24, 2024 10:39 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં ફ્યુચર સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદોમીર ઝેલેન્સકી સાથે અલગથી મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં ફ્યુચર સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદોમીર ઝેલેન્સકી સાથે અલગથી મુલાકાત કરી હતી. શ્રી મોદી આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિયાનને પણ મળ્યા હતા અને વિયેતનામના રાષ્ટ્રપતિ તો લેમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના માર્ગો પરચર્ચા કરી અને મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોની આપ-લે કરી હતી. શ્રી મોદીએ વાવાઝોડા યાગી કારણે વિયેતનામમાં થયેલા નુકસાન અંગે સહાનુભૂતિ દર્શાવી તો વિયેતનામના રાષ્ટ્રપતિએ ઓ...

September 24, 2024 10:38 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતા જણાવ્યું કે ડિજીટલ જાહેરમાળખું એક સેતુ હોવો જોઇએ અવરોધ નહીં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડિજિટલ જાહેર માળખુ એક સેતુ હોવો જોઈએ, અવરોધ નહીં. ગઈકાલે રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં સમિટ ઓફ ફ્યુચરમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે વૈશ્વિક ફાયદા માટે, ભારત તેનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવા માટે તૈયાર છે.પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટેકનોલોજીના સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ માટે સંતુલન અને નિયમન પર ભાર મૂક્યો હતો.. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વ એવું વૈશ્વિક ડિજિટલ ગવર્નન્સ ઈચ્છે છે જેમાં સાર્વભૌમત્વ અને અખંડિતત...

September 23, 2024 9:37 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ત્રીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં લેવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ત્રીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. પીએમ કિસાન નિધિના 17મા હપ્તા હેઠળ 9 કરોડ 30 લાખ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. ખેડૂતોને તેમની પેદાશની યોગ્ય કિંમત મળી રહે તે માટે વર્ષ 2024-25નાં ખરીફ પાક માટે લઘુત ટેકાનાં ભાવ-MSPમાં વધારો કરવામાં આવ્યો છે, જેનું મૂલ્ય બે લાખ કરોડ રૂપિયા છે. ખેડૂતોનાં જીવન ધોરણમાં સુધારો કરવા સાત યોજનાઓમાં 14 હજાર 200 કરોડ ફાળવવામાં આવ્યા છે. જળવાયુ પરિવર્તિનને કારણે હવામાનની ...

September 23, 2024 9:29 AM

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસ એન્જલસમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસએન્જલસમાં બે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. ભારત હાલમાં ન્યુયોર્ક, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, સાન ફ્રાન્સિસ્કો અને સિએટલમાં છ કોન્સ્યુલેટ ધરાવે છે. પ્રધાનમંત્રીએ હ્યુસ્ટન યુનિવર્સિટીમાં તમિલ અભ્યાસની તિરુવલ્લુવર ચેર ખોલવાની પણ જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પુષ્પ મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું, આ પાંચ સ્તંભો મળીને વિક્સિત ભારતનું નિર્માણ કરશે. શ્રી મોદીએ કહ્યું, P નો અર્થ પ...

September 21, 2024 10:15 AM

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે રવાના થયા છે. અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં તેઓ ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ન્યૂ...

September 20, 2024 7:44 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. તેઓ અમેરિકા જવા આવતીકાલે સવારે રવાના થશે અને અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં બાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યારપછી તેઓ ન્યૂયોર્કમાં 22મી સપ્ટેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં ત્યાં વસતા ભારતીયો સાથે સંવાદ કરશે. તેઓ અમેરિકાની...

September 20, 2024 7:42 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગસાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગસાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો છે. આજે મહારાષ્ટ્રના વર્ધામાં વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે પારંપારિક વ્યવસાયોમાં ઉદ્યમીઓ ઉત્પાદન વધારી શકે તે હેતુથી સાડા છ લાખથી વધુ લાભાર્થીઓને અદ્યતન મશીન અને ઉપકરણો એનાયત કર્યા હતા. પ્રધાનમંત્રીએ ઉદ્યમીઓને મળતી ત્રણ લાખ રૂપિયા સુધીની ધિરાણ સહાયની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લાં એક વર્ષમાં લાભાર્થીઓને આ યોજના હેઠ...

September 20, 2024 2:28 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં પીએમ વિશ્વકર્મા કાર્યક્રમનાં એક વર્ષની સમાપ્તિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રીએ 18 લાભાર્થીને પ્રમાણપત્ર એનાયત અને ધિરાણની રકમનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અમરાવતીમાં પીએમ મિત્રપાર્કનું પણ ખાતમુહૂર્ત કર્યું. તેમ જ આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હૉલ્કર મહિલા સ્ટાર્ટ-અપ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલા પ્રધાનમંત્રીએ કાર્યક્રમ સાથે સંકળાયેલા પ્રદર્શનનું નિરીક્ષણ કર્...

September 19, 2024 10:05 AM

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે.

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમનું પાર્ટનર કન્ટ્રી જાપાન અને ફોકસ કન્ટ્રી વિયેતનામ તથા ઇરાન છે. આ કાર્યક્રમમાં અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં નવીનીકરણ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે. અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઊભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવાનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છ...