September 21, 2024 9:59 AM

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મચારીને જાણ થતાં તેમણે સ્થળ પર પહોંચીને ટ્રેક પર મૂકાયેલી ફિશ પ્લેટ અને ચાવીઓને દૂર કરવામાં આવી હતી. આમ રેલવે કર્મચારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

July 30, 2024 3:29 PM

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે પેમેન્ટની વધુ એક સુવિધા શરૂ કરાઇ

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે પેમેન્ટની વધુ એક સુવિધા શરૂ કરાઇ છે. મહેસાણાના રેલવે સ્ટેશનથી હવે QR કોડ સ્કેન કરી ટ્રેનની ટીકીટ ખરીદી શકાશે. હાલમાં બે કાઉન્ટર ઉપર સુવિધા શરૂ કરાઇ છે. ડીજીટલ સેવાને વધુ વેગવાન બનાવવા મુસાફરોને રોકડ રૂપિયાથી છુટકારો મળશે. અમદાવાદ બાદ ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે શરૂઆત કરવામાં આવી છે.

July 30, 2024 11:33 AM

ઝારખંડના ચક્રધરપુરમાં વહેલી સવારે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં બેના મોત

ઝારખંડમાં આજે સવારે હાવડા—મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે અનેક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા હતા.ચક્રધરપુર રેલવે મંડળ હેઠળ પોટોબેડા ગામની પાસે બડાબામ્બો અને ખરસાવા રેલવે સ્ટેશનની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેન હાવડાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ચક્રધરપુર મંડળના વરિષ્ઠ DCM આદિત્યકુમાર ચૌધરીએ કહ્યું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે ઘટનાસ્થળે રાહત ટુકડીએ રાહત અને બચાવ કામગીરી શરૂ કર્યું છે.

July 27, 2024 9:26 AM

પશ્ચિમ રેલવે બે ગણપતિ મહોત્સવ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સવારે સાડા નવ વાગ્યે ઉપડશે. જ્યારે કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 4, 11 અને 18 સપ્ટેમ્બરનાં રોજ કુડાલથી સવારે 4.30 કલાકે ઉપડશે. તો અમદાવાદ–મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 6, 13 અને 20 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સાંજે ચાર કલાકે ઉપડશે. અને મેંગલુરુ-અમદ...