July 11, 2024 5:42 PM
કેન્દ્રીય ગૃહરાજય મંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને દમણની મુલાકાત લીધી
કેન્દ્રીય ગૃહરાજય મંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને દમણની મુલાકાત લીધી. શ્રી રાયે દાદરા નગર હવેલી ખાતે ગલોન્ડા ગ્રામ પંચાયત અંતર્ગત 4 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણધીન 11 નંદઘર પૈકી 35 લાખના ખર્ચે બનેલા અથળ નંદઘરનું લોકાર્પણ કર્યું, તેમ જ પ્રદેશમાં ચાલતા અન્ય વિકાસકાર્યોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. ત્યારબાદ દમણ ખાતે તેમણે રિંગણવાડા પંચાયત ઘરને વિધિવત્ ખુલ્લુ મૂક્યું હતું. આ પ્રસંગે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...