September 24, 2024 10:42 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન, નાણામંત્રી આવતીકાલે અને ગુરુવારે સમરકંદમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપશે સુશ્રી સીતારમણ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર પણ હસ્તાક્ષર કરશે.

July 24, 2024 2:14 PM

અંદાજપત્ર ભેદભાવપૂર્ણ હોવાના વિપક્ષના આરોપોને નાણામંત્રી નિર્મલા સીતારમણે ફગાવ્યા

ઇન્ડિયા બ્લૉકના નેતાઓએ અંદાજપત્રમાં વિપક્ષ શાસિત રાજ્યોને ભંડોળની ફાળવણીને ભેદભાવપૂર્ણ ગણાવતા સંસદ બહાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિપક્ષ તમામ રાજ્યો સાથે સમાન વ્યવહાર થાય તેવી માગ કરી રહ્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં કૉંગ્રેસના નેતા મલ્લિકા અર્જૂન ખડગેએ કહ્યું કે જો સરકાર વિપક્ષની સત્તા હોય તેવા રાજ્યોને અન્યાય કરશે તો તેઓ સંસદની અંદર અને બહાર વિરોધ કરશે.