September 19, 2024 2:27 PM

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમના સહભાગી દેશ જાપાન અને કેન્દ્ર દેશ વિયેતનામ તથા ઇરાન છે. આ કાર્યક્રમમાં ખાદ્ય સંસ્કરણ ક્ષેત્રમાં નવીનીકરણ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે. અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઊભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવાનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છે.

July 27, 2024 8:03 PM

નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત @2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા મુખ્મમંત્રીએ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સીલની નવમી બેઠક સંપન્ન થઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત @૨૦૪૭ રોડમેપ તૈયાર કર્યો છે તેમ પણ તેમણે બેઠકમાં જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ લક્ષ્યો સિદ્ધ કરવા માટેની થિંક ટેંક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્‍સ્ફોર્મેશન-GRIT(ગ્રિટ...