July 27, 2024 8:31 AM

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એઆઈઆર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્...

July 26, 2024 8:14 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નિતી આયોગનીસંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીમાં યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાઅધ્યક્ષપદે નિતી આયોગની સંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીના રાષ્ટ્રપતિભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે. આ બેઠકની વિષયવસ્તુ છે વર્ષ 2047 સુધીમાંભારતને વિકસિત દેશ બનાવવો. આ બેઠકમાં વિકસિત ભારતનાદ્રષ્ટિકોણ અંગેના દસ્તાવેજ પર ચર્ચાવિચારણા થશે. નિતીઆયોગના સૂત્રોના જણાવ્યામુજબ દેશના નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તામાં વધારો કરવા કેન્દ્ર અને રાજય સરકારોવચ્ચે સહકાર અને સુશાસનને કેન્દ્રમાં રાખવાની બાબત આ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.એવી જ રીતે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવા...

July 25, 2024 7:38 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઇએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઇએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના વિચારોઅથવા સૂચનો 26મી તારીખ સુધીમાં MyGov ઓપન ફોરમ,નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર1800-11-7800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહ્વાન કર્યું છે.મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR...

July 25, 2024 2:04 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે. દરમિયાન તેઓ શિનકુલ લા ટનલના કામકાજનો પ્રારંભ કરાવશે. 4.1 કિલોમીટર લાંબી આ ટ્યૂબ ટનલ લેહમાં પ્રતિકૂળ હવામાન દરમિયાન વાહનવ્યહાર માટે નિમૂ-પદુમ-દારચારોડ પર અંદાજે 15 હજાર, 500 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવશે.બાંધકામ પૂર્ણ થયા બાદતે વિશ્વની સૌથી ઉંચાઈએ આવેલી ટનલમાં સ્થાન પામશે.

July 21, 2024 11:56 AM

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે  તમામ વિશ્વ ધરોહર-સંબંધિત બાબતોનું સંચાલન કરવા અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ ...

July 19, 2024 3:17 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્સુલા વોન ડેર લેયનને યુરોપિયન કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્સુલા વોન ડેર લેયનને યુરોપિયન કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, તેઓ વૈશ્વિક સારા માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે. કમિશનના પ્રમુખ તરીકે આ તેમનો બીજો કાર્યકાળ હશે.

July 15, 2024 3:31 PM

પ્રધાનમંત્રી મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ મિત્રતાના ગાઢ સંબંધોને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગ અને પરસ્પર હિતોને વધુ પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે.

July 11, 2024 4:27 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રવાસથી બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બની છે. ઑસ્ટ્રિયા યાત્રાના સમાપન પ્રસંગે તેમણે ઑસ્ટ્રિયાના લોકોના આતિથ્ય અને સ્નેહ માટે ચાન્સેલર કાર્લ નેહમર અને ઑસ્ટ્રિયા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિયેનામાં ઑસ્ટ્રિયાના ચાન્સલર નેહમર સાથેની મુલાકાત બાદ શ્રીમોદીએ કહ્યું કે ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો અને રાજદ્વારી નીતિ સંદર્ભેના નિર્ણયો લેવાયા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, બંને દેશમાં પરસ્પર સહકારને ...

July 9, 2024 8:05 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનથી સન્માનિત કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘ઑર્ડર ઑફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસલ્સ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીને શ્રી મોદીને આ પુરસ્કાર અર્પણકર્યો હતો. આ પુરસ્કાર રશિયા અને ભારત વચ્ચે વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી અને મૈત્રીપૂર્ણ જોડાણ વિક્સાવવામાં શ્રી મોદીનાં વિશેષ પ્રદાનને માન્યતા આપે છે. રશિયાના પ્રથમ ધર્મ પ્રચારક અને સંત એન્ડ્રુની સ્મૃતિમાં વર્ષ 1968માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.

July 9, 2024 4:00 PM

વર્તમાન સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના હેતુ સાથે કાર્યરત :પ્રધાનમંત્રી

રશિયાની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્તમાન સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના હેતુ સાથે કાર્યરત છે. મૉસ્કોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા તેમણે આ વાત કહી. શ્રી મોદીએ જણાવ્યું કે ભારતે જે પણ લક્ષ્યાંક મૂક્યા, તેને હાંસલ કર્યા છે. શ્રી મોદી આજે 22માં ભારત-રશિયા શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રક્ષા, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ સંસ્કૃતિ અને લોકસંપર્ક સહિતના મુ...