September 10, 2024 7:17 PM
મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રોડ-રસ્તાના કામ માટે વધારાનું 2 કરોડ રૂપિયાનું અનુદાન અપાશે
રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને સભ્યદીઠ 2 કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તે મુજબ માર્ગ-મકાન વિભાગ દ્વારા 43 ધારાસભ્યોને 86 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ધારાસભ્યો આ અનુદાનમાંથી રોડ-રસ્તાનાકામ કરાવી શકશે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને સંબંધિત ધારાસભ્યો સાથે પરામર્શકરીને આ અનુદાનમાંથી કામ હાથ ધરવાના દિશા નિર્દેશો આપ્યા છે. ઉલ્લેખનીય છેકે, મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં આવેલા નવા માર્ગ,જૂના રસ્તાઓના સમારકામ જે વિસ્તારમાં ડામર ક...