July 30, 2024 8:08 PM

ઝારખંડમાં હાવડા-મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ

ઝારખંડમાં હાવડા-મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ચક્રધરપુર રેલ્વે વિભાગ હેઠળના પોટોબેડા ગામ નજીક બારાબામ્બો અને ખરસાવા રેલ્વે સ્ટેશન વચ્ચે આજે સવારે હાવડા-મુંબઈ મેઈલની 18 બોગી પાટા પરથી ઉતરી જવાને પગલે બે મુસાફરોના મોત થયા છે અને 24 મુસાફરો ઘાયલ થયા છે. ટ્રેનના બી-4 કોચમાંથી બે મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘાયલ મુસાફરોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન હાવડાથી મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ફસાયેલા મુસાફરોને સ્પેશિયલ ટ...