September 21, 2024 10:35 AM

‘આપ’ ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

આમ આદમી પાર્ટી- 'આપ'ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આમ આદમી પાર્ટી-'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાલી રહેલા લિકર કેસમાં લાંબો સમય સુધી જેલમાં રહ્યા હતા. કોર્ટના શરતી આદેશ બાદ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. જેમાં કોર્ટની શરતો મુજબ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશી શકશે નહીં. જેના કારણે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું હતું. અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ 'આપ'ના મોવડીમંડળ દ્વારા આતિશીને દિલ્હીના નવા મ...

September 13, 2024 2:13 PM

સર્વોચ્ચ અદાલતે દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સશર્ત જામીન આપ્યા

સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. કથિત દારૂ નીતિ કૌભાંડમાં CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં જામીન સર્વોચ્ચ અદાલતે આપ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે તેમની જામીન પર મુક્તિ માટેની શરતો પણ મૂકી હતી.AAP નેતાએ આ કેસ વિશે કોઈ જાહેર ટિપ્પણી કરવી નહીં અને મુક્તિ ન મળે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટ સમક્ષ તમામ સુનાવણી માટે હાજર રહેવાની પણ શરત મૂક...

July 29, 2024 2:48 PM

દિલ્હીમાં કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં પોલિસે ભોંયરાના માલિક સહિત વધુ પાંચની ધરપકડ કરી

દિલ્હી પોલીસે IAS કોચિંગ સેન્ટરની ઘટનામાં વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં ભોંયરાના માલિકો અને બિલ્ડિંગના ગેટને નુકસાન પહોંચાડનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, તે આ કેસમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ડીસીપી એમ હર્ષવર્ધનનું કહેવું છે કે, તમામ બાજુથી તપાસ ચાલી રહી છે.///રાજ્યસભાના ઉપસભાપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે કોચિંગ વર્ચ્યુઅલ કોમર્સ બની ગયું છે. આજે સવારે...

July 26, 2024 8:14 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નિતી આયોગનીસંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીમાં યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાઅધ્યક્ષપદે નિતી આયોગની સંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીના રાષ્ટ્રપતિભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે. આ બેઠકની વિષયવસ્તુ છે વર્ષ 2047 સુધીમાંભારતને વિકસિત દેશ બનાવવો. આ બેઠકમાં વિકસિત ભારતનાદ્રષ્ટિકોણ અંગેના દસ્તાવેજ પર ચર્ચાવિચારણા થશે. નિતીઆયોગના સૂત્રોના જણાવ્યામુજબ દેશના નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તામાં વધારો કરવા કેન્દ્ર અને રાજય સરકારોવચ્ચે સહકાર અને સુશાસનને કેન્દ્રમાં રાખવાની બાબત આ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.એવી જ રીતે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવા...

July 11, 2024 8:24 PM

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે આજે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે આજે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ એક બહુવિધ સુવિધા કેન્દ્ર છે જે સર્વોચ્ચ અદાલતના ન્યાય સુધી પહોંચવાના મિશન હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું છે. નવું કેન્દ્ર વકીલોને કોર્ટમાં કામને સુવ્યવસ્થિત કરવા માટે તેમના કેસ સંબંધિત તમામ દસ્તાવેજો મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે આ પ્રસંગે જણાવ્યું હતું કે બહુવિધ સુવિધા કેન્દ્ર ભારતના નાગરિકોને સુપ્રીમ કોર્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તામાં વધારો કરશે. અગાઉ, નવા ફાઇલિંગ સેન્...