July 19, 2024 8:15 PM

ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉપર થયેલા હુમલા બાદ પ્રેમ અને સહકાર બદલ અમેરિકાની જનતાનો આભારમાન્યો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉપર થયેલા હુમલા બાદ પ્રેમ અને સહકાર બદલ અમેરિકાની જનતાનો આભારમાન્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે અમેરિકાના લોકોની સેવા કરી શકે તેવી સરકારબનાવવા તેઓ વચનબદ્ધ છે.ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ માટે સત્તાવાર રીતે ઉમેદવારીનો સ્વીકાર કરતાવિસ્કોન્સિનના રિપબ્લિકન નેશનલ કન્વેક્શન સેન્ટર ખાતે બોલી રહ્યા હતા. ઉલ્લેખનીયછે કે આ વર્ષના નવેમ્બર માસમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવાનીછે.

July 16, 2024 4:21 PM

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. ગઈકાલે રાત્રે મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કમિટીના પ્રતિનિધિઓએ બહુમતી સાથે તેમનુ નામાંકન કર્યુ હતું. ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ત્રીજી વાર રેસમાં છે. અગાઉ ટ્રમ્પ વર્ષ 2016 માં જીત્યા હતા અને ત્યારબાદ 2020 માં રાષ્ટ્રપતિ જો બિડેન સામે હાર્યા હતા. અમેરિકા પ્રમુખપદની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાશે. શ્રી ટ્રમ્પે ઓહિયોના સેનેટર જેડી વેન્સને તેમના ઉપપ્રમુખ પદના ઉમેદ...