August 26, 2024 3:26 PM

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં થઇ પાણીની ભરપૂર આવક

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. સરદાર સરોવર ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી બે લાખ 47 હજાર 363 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રકાશા ડેમમાંથી હાલ 1 લાખ 53 હજાર 832 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે... સત્તાવાળાઓએ તાપી નદી બે કાંઠે વહેતી થતા નદીના પટમાં રહેતા ગામોને સાવધ કર્યા છે. ઉપરવાસમાં સારા વરસાદના પગલે ધરોઈ ડેમમાં ...

August 9, 2024 4:07 PM

ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં દરવાજા બંધ કરાયા

રાજ્યમાં આજે સવારે છ થી બપોરે 12 વાગ્યા સુધી નહિવત વરસાદ પડ્યો છે. સૌથી વધુ સાત મિલિમીટર વરસાદ મોરબી તાલુકામાં પડ્યો છે.તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં દરવાજા બંધ કરાયા છે.જોકે હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડવાનું યથાવત છે.હાલમાં ડેમની સપાટી 334.65 ફૂટની છે.  ડેમના ઉપરવાસમાંથી 31 હજાર 784 ક્યુસેક પાણી આવી રહ્યું છે.ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે 17 હજાર 364 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે

July 2, 2024 3:16 PM

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાયો

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાઈ ગયો છે. જેને કારણે કાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે હાઇ અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ સબ ડિવિઝનની એક યાદીમાં ભાદર-2ના ઉપરવાસમાં આવેલા ગામોને આ સંદેશ જાહેર કરાયો છે, તેમજ ગ્રામજનોને નદી કાંઠા વિસ્તાર અને પટમાં અવર-જવર નહીં કરવા કહેવાયું છે.