September 19, 2024 8:34 PM

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા હતા. આર અશ્વિને કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી નોંધાવી હતી અને 102 રને અણનમ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ 86 રને અણનમ હતા. યશસ્વી જયસ્વાલે 56, રિષભ પંતે 39 રન કર્યા હતા. બાંગલાદેશ વતી હસન મહમુદે ચાર વિકેટ લીધી હતી. અગાઉ, બાંગલાદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી.

September 19, 2024 2:16 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 36 ઓવર પર 4 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ આ ભારતની પ્રથમ ટેસ્ટ મેચ છે..