July 18, 2024 7:19 PM
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના પાસે ગઈકાલે સાંજે એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસ શરૂ કરી
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના પાસે ગઈકાલે સાંજે એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસ શરૂ કરી છે. મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુના જણાવ્યા મુજબ બે સિંહ બાળ કે જેની ઉંમર એકથી દોઢ વર્ષની હતી તેના મૃતદેહ પાણીની અંદરથી મળી આવ્યા છે જ્યારે સિંહણ પુખ્ત વયની હોવાને કારણે કુદરતી મૃત્યુ થયું હોય તેવી સંભાવના છે જોકે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.