September 9, 2024 3:57 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 54મી બેઠક નવી દિલ્હીમાં શરૂ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર - જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટીના એકસમાન દરની ભલામણ કરી હતી. કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે ભારતીય રેલ્વેની સેવાઓ માટે સામાન્ય લોકો પર GST ન લગાવવો જોઈએ. આ સેવાઓમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, રિટાયરિંગ રૂમ અને વેઇટિંગ રૂમની સુવિધાઓ અને બેટરી...

August 6, 2024 7:55 PM

લોકસભામાં ફાઇનાન્સ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષોએ જીવન અને તબીબી વિમા પરનો જીએસટી દૂર કરવાની માંગણી કરી

ટીએમસી સાંસદ મોહઆ મોઇત્રાએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે કોઈ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે ભારતમાં મધ્યમ વર્ગનો હિસ્સો 31 ટકા છે અને ગરીબો ભારતમાં 60 થી 65 ટકા છે. એનસીપી (શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા શૂલેએ જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર GST પાછી ખેંચવાની માંગ કરી હતી.

August 6, 2024 7:51 PM

ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું

ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું હતું.આ બીલ ઉપરની ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના ડૉ.અમર સિંહે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય બજેટમાં માત્ર વધઉ આવક ધરાવતા લોકોને જ રાહત આપવામાં આવી છે અને મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોની કાળજી લેવામાં આવી નથી. તેમણે કહ્યું કે, દેશનો કૃષિ વિકાસ ઘટી રહ્યો છે. ડૉ. સિંહે ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.. કોંગ્રેસના અન્ય સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે દેશમાં FDI સતત ઘટી રહ્યું છે. તેમણે પેટ્રોલ અને ડીઝલના એ...