September 19, 2024 8:13 PM

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા સંચાલિત ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પ્રદર્શનની સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા સંચાલિત ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પ્રદર્શનની સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે, આજથી બે દિવસ માટે શરૂ થયેલા આ મેળામાં 70 થી પણ વધુ સ્ટોલમાં ઉભા કરાયા છે.. આગામી નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં લોક ઉપયોગી વસ્તુઓ ખરીદીને મહિલાઓને પ્રોત્સાહન મળી રહે અને આર્થિક રીતે પગભર કરવા માટે આ મેળો યોજાયો હોવાનું જામનગરના ધારાસભ્ય રિવાબાએ કહ્યું હતું..

September 19, 2024 3:27 PM

જામનગર શહેરમાં એક માસના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી

જામનગર શહેરમાં એક માસના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.. શહેરના અલગ અલગ વિસ્તારમાં ૩૪ વિજ ચેકીંગ ટુકડીઓએ તપાસ કરી હતી..શહેરમાં 341 મીટરની તપાસ દરમિયાન ૫૩ વીજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને ૨૩.૯૫ લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે જામનગર શહેરના ધરાર નગર, બેડેશ્વર, નીલકમલ સોસાયટી, હનુમાન ટેકરી, વામ્બે આવાસ, ગાંધીનગર અને વાલસુરા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં ...

September 2, 2024 3:31 PM

જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું

તાજેતરમાં ભારે વરસાદને કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડી છે. જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતના પશુ ડૉક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવાર તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

August 8, 2024 5:32 PM

જામનગર જિલ્લામાં દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ અપાશે

જામનગર જિલ્લામાં દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ અપાશે. આ યોજનાનો લાભ લેવા માગતા વિદ્યાર્થીઓ 31 ઑગસ્ટ સુધી અરજી કરી શકશે. વિદ્યાર્થીઓ આ અંગે વધુ જાણકારી માટે જામનગરની વડી પૉસ્ટઑફિસની બિલ્ડીંગમાં આવેલી અધિક્ષક ડાકઘરની કચેરીનો સંપર્ક કરી શકે છે, એમ યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલાટેલિમાં રસ ધરાવતા ધોરણ 6થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી છ...

August 4, 2024 9:41 AM

જામનગરના સાધના કોલોનીમાં મકાન ધરાશાયી : એકનું મોત

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બે મજલા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ મકાન ધરાશાયી થતાં મલબા નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં તુરંત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આવ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક લાવારિસ જણાતી વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના જ...