September 26, 2024 2:24 PM

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર શરૂ થઈ ગયો છે

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ આજે જમ્મુ પહોંચી રહ્યા છે. તેઓ જમ્મુના કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં ચાર જાહેરસભાઓ સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પક્ષનાં પ્રચાર અભિયાનને વેગ આપવા માટે 28મીએ જમ્મુ આવશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જમ્મુમાં લોકો સાથે વાતચીત કરી અને કોંગ્રેસ માટે મત માંગ્યા હતા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને ભૂતુપુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પણ ગઈકા...

September 26, 2024 9:30 AM

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 54.11 ટકા મતદાન નોંધાયું હતું.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી 54.11 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે કહ્યું કે26 વિધાનસભા મતવિસ્તારો માટેમતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનરજ્ઞાનેશ કુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુએ સુચારૂ મતદાન થાય તે માટે સમગ્ર મતદાન પ્રક્રિયાપર દેખરેખ રાખી હતી.શ્રી રાજીવ કુમારે કહ્યું કે ખીણ અને પહાડી વિસ્તારોમાં જ્યાં ભયનું વાતાવરણ ઊભું કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં લોકો હવે લોકતાંત્રિક પ્રક્રિયામા...

September 25, 2024 1:56 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન થયું છે.અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મત આપવા લાઇનમાં ઊભા રહી ગયા હતા.26 બેઠકો પર મતદાન માટે ત્રણ હજાર 502 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર 446 ગ્રામ્ય વિસ્તારોમાં છે.વધુમાં વધુ લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિસ્તૃત સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે.આશરે 25 લાખ 78 હજાર મતદારો 239 મતદારોનું ભાવિ નક્કી કરશે, જેમાં નેશનલ કોન્ફરન્સના નેતા ...

September 18, 2024 9:14 AM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. સાત જિલ્લાઓની 24 બેઠકો પર સવારે સાત વાગે મતદાનની શરૂઆત થઈ હતી. 23 લાખથી વધુ મતદારો, 90 અપક્ષ સહિત 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે થશે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

September 17, 2024 2:50 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. આવતીકાલે આ તબક્કામાં 7 જિલ્લાઓની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓમાં અનંતનાગ, પુલવામા, શોપિયાં, કુલગામ, ડોડા, રામબન અને કિશ્તવાડ સામેલ છે. પ્રથમ તબક્કાના 16 મતવિસ્તાર કાશ્મીરમાં છે, જ્યારે આઠ જમ્મુમાં છે. પ્રથમ તબક્કામાં 5.66 લાખ યુવાનો સહિત 23.27 લાખથી વધુ મતદારો 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ચૂંટણી પંચે 24 વિધાનસભા મતવિસ્તારોમાં 3 હજાર 276 મતદાન મથકો સ્થાપિત કર્યા છે, જેથી કરીને સરળ અને પારદર્શક મત...

September 16, 2024 2:50 PM

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે. આ તબક્કામાં સાત જિલ્લાના ડોડા, કિશ્તવાડ, રામબન, અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયાં જેવા 24 વિધાનસભા મતવિસ્તારમાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા અને ત્રીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને પહેલી ઑક્ટોબરે મતદાન થશે. આ ચૂંટણીની મતગણતરી આઠ ઑક્ટોબરે થશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 90 બેઠક છે, જેમાંથી 74 સામાન્ય બેઠક, સાત અનુસૂચિત જાતિ અને નવ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

September 5, 2024 8:27 PM

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે. આ તબક્કામાં 1 ઓક્ટોબરે ચાલીસ બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 17મી તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. દરમિયાન વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ તબક્કામાં 25મી સપ્ટેમ્બરે 26 બેઠકો માટે મતદાન થશે. દરમિયાન, એક અહેવાલ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીરમાં ત...

September 5, 2024 2:44 PM

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરમાં આગામી પહેલી ઓક્ટોબરે ચાલીસ બેઠક માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 17 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. દરમિયાન વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ તબક્કામાં 25 સપ્ટેમ્બરે 26 વિધાનસભા બેઠક માટે મ...

September 2, 2024 7:54 PM

જમ્મુ કાશ્મીરમાં આજે પંચી હેલિપેડ પાસે માતા વૈષ્ણોદેવી મંદિર જતા માર્ગમાં ભુસ્ખલનમાં બે મહિલા યાત્રીનાં મૃત્યુ થયા હતાં

જમ્મુ કાશ્મીરમાં આજે પંચી હેલિપેડ પાસે માતા વૈષ્ણોદેવી મંદિર જતા માર્ગમાં ભુસ્ખલનમાં બે મહિલા યાત્રીનાં મૃત્યુ થયા અને એક કિશોરીને ગંભીર ઇજા થઈ હતી. મોટો પથ્થર માર્ગ પર પડતાં એક યાત્રીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને બે ને ગંભીર ઇજા થઈ હતી, જેમાંથી એકનું બાદમાં મૃત્યુ થયું હતું. ભુસ્ખલન અને પથ્થરો ગબડવાથી મંદિરનાં માર્ગમાં અવરોધ આવ્યો છે.શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની આપત્તિ વ્યવસ્થાપન ટૂકડી ઘટના સ્થળે પહોંચીગઈ છે.

August 5, 2024 8:08 PM

સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે અને આવનારા સમયમાં તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે 5મી ઓગસ્ટે સંસદેકલમ 370 અને 35(A) નાબૂદ કરવાનો નિર્ણયલીધો હતો, જે દેશના ઈતિહાસમાં એક યાદગાર ક્ષણ હતી. શ્રીમોદીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર અને લડાખમાં આ પ્રગતિ અને સમૃધ્ધિના નવા યુગનો પ્રારંભ હતો. બંધારણની રચના કરનાર મહાન લોકોનાં અભિગમને અનુરુપ રાજ્યમાં ભારતીય બંધારણનો શબ્દશઃ અમલ કરવામાં આવ્યો ...