September 9, 2024 3:09 PM

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર થયા છે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે રાજૌરી જિલ્લાના નૌશેરાના લામ સેક્ટરમાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં કેટલાક આતંકવાદીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની સંભાવનાને કારણે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આતંકીઓ અંધારાનો લાભ ઉઠાવીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જવાનો સામે ગોળીબાર થયો હતો. દરમિયાન તપાસ અભિયાન કાંચી ચાલુ હોવાથી સેનાએ ફરી એકવાર મોટી માત્રામાં હથિયાર...

July 16, 2024 3:56 PM

જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં, સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ

ગત રાત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર સૈન્યના જવાનો શહીદ થયા છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતા જણાવે છે કે, જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપને આતંકવાદીઓ હોવાની બાતમી મળતાં ગત રાત્રીએ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડોડા જિલ્લામાં ધારી ગોટે ખાતે સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન આતંકવાદીઓનાં ગોળીબારમાં અધિકારી સહીત પાંચ સૈનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા ...

July 11, 2024 8:25 PM

જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆમાં, વરિષ્ઠ BSF અને પોલીસ અધિકારીઓ આજે એક ઉચ્ચ સ્તરીય આંતરરાજ્ય સુરક્ષા સમીક્ષા બેઠકમાં ભેગા થયા

જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆમાં, વરિષ્ઠ BSF અને પોલીસ અધિકારીઓ આજે એક ઉચ્ચ સ્તરીય આંતરરાજ્ય સુરક્ષા સમીક્ષા બેઠકમાં ભેગા થયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક આર આર સ્વેન, પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવ અને BSF, પશ્ચિમી કમાન્ડના વિશેષ મહાનિર્દેશક વાય બી ખુરાનિયા સહિત અન્ય અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા ગ્રીડની સમીક્ષા કરવા માટે હાજરી આપી હતી. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પારથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓએ કઠુઆ જિલ્લાના માચેડ...