September 22, 2024 8:47 AM

છોટાઉદેપુરના કુકરદામાં વેધર સ્ટેશન સ્થપાયું

સ્થાનિક હવામાન આગાહીને વધારવા માટે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશ એવા કુકરદામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે. જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક હવામાન આગાહી સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે કુકરદા ગામમાં વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ NABARDના આર્થિક સહયોગથી અને દીપક ફાઉન્ડેશન અને સંરક્ષણ જળસ્ત્રાવ વિકાસ સમિતિ, કુકરદાના સહયોગથી ચાલી રહ્યો છે. પ્રોજેક્ટ હેઠળ કુકરદા, તરોલ, પિસાયતા અને સાંકળ ગામોમાં સહિયારી અને ખાનગી જમીનના ધોવાણ અટકાવવા ...

September 13, 2024 3:27 PM

રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 14 રસ્તાના સમારકામને મંજૂરી આપવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 14 રસ્તાના સમારકામને મંજૂરી આપવામાં આવી છે. છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રસ્તાના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી, જેને પગલે રાજ્ય સરકારે 22 કરોડ 65 લાખ રૂપિયાના ખર્ચે આ વિસ્તારમાં લુણાજા એપ્રોચ રોડ, એસએચ ડોબા ચાપરા એપ્રોચ રોડ, સિંગલાજા ટૂ રિંછવેલ રોડ, નાલેજ ઓલિઆંબા સિમલફળિયા રૉડ સહિતના 14 રસ્તાના સમારકામ કરાવવાની મંજૂરી આપી છે.

July 11, 2024 8:02 PM

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃતના બીજા તબક્કા અંતર્ગત અંદાજે ૩૧૭.૨૮ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા,તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં નગરના જુદા જુદા વિસ્તારમાં આર.સી.સી રોડ,પેવર બ્લોક,વરસાદી ચેનલ,નવી સ્ટ્રીટ લાઈટ,ગાર્ડન ડેવલોપમેન્ટ સહિતના અનેક વિકાસકામોનું ખાતમુહૂર્ત અને હાઈપ્રેશર મીની ફાયર ટેન્કર અને રેસ્ક્યુ બોટ તેમજ રેસ્ક્યુના વિવિધ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું.