September 6, 2024 9:32 AM

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જમ્મુ સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે આ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9મી સપ્ટેમ્બર સુધી પોતાના નામ પરત ખેંચી શકશે.

August 28, 2024 3:13 PM

રાજ્યસભાની ચૂંટણીમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના નવ, એનડીએના ઘટક પક્ષોના બે અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ વિજેતા જાહેર થયા

રાજ્યસભાની ચૂંટણીમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના નવ, એનડીએના ઘટક પક્ષોના બે અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારમાંથી મનન કુમાર મિશ્રા, હરિયાણામાંથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશમાંથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રમાંથી ધીર્યા શીલ પાટીલ, ઓડિશામાંથી મમતા મોહંતા, રાજસ્થાનમાંથી રવનીત સિંહ બિટ્ટુ અને ત્રિપુરાથી રાજીવ ભટ્ટાચારજીનો સમાવેશ થાય છે. કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી તેલંગાણા, એનસીપી-અજીત પવાર...

August 27, 2024 7:58 PM

ભાજપે આજે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે વધુ 29 ઉમેદવારોની યાદી જાહેર કરી

ભાજપે આજે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે વધુ 29 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષે નગરોટા બેઠક પરથી દેવિન્દર સિંહ રાણા, ઉધમપુર પશ્ચિમ બેઠક પરથી પવન ગુપ્તા, પોંચ હવેલી બેઠક પરથી ચૌધરી અબ્દુલ ગની અને માતા વૈષ્ણો દેવી બેઠક પરથી બલદેવ શર્માને ટિકિટ ફાળવી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ ઉમેદવારના નામોને મંજૂરી આપી દીધી છે.

August 27, 2024 7:41 PM

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. આ તબક્કામાં છ જિલ્લાની 24 બેઠકો માટે 18 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે. 30 ઑગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. આગામી બે તબક્કા માટે 25 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબરના રોજ મતદાન થશે.મતગણતરી 4 ઑક્ટોબરના રોજ થશે

August 16, 2024 7:27 PM

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે નવી દિલ્હીમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી

જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિનાની 18મી તારીખથી ત્રણ તબક્કામાં અને હરિયાણામાં 1લી ઓક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતગણતરી 4 ઓક્ટોબરે હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે નવી દિલ્હીમાં આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.  જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતામહિનાની 18મીએ, બીજા તબક્કાનું 25મીએ અને ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 1લી ઓક્ટોબરે થશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના 87 લાખથી વધુ મતદારો 90 સભ્યોની જમ્મુ-કાશ્મીર વિધાનસભાના નેતાઓના ભાવિનો નિર્ણય કરશે...

August 9, 2024 2:32 PM

ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની બે દિવસીય સમીક્ષા શરૂ કરી

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં ટૂંક સમયમાં યોજનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના વડપણ હેઠળ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડૉ એસ. એસ સંધુ જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આજે તેઓ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે બેઠક કરશે. જે બાદ તેઓ અમલીકરણ એજન્સીઓ સાથે સમીક્ષા માટે જમ્મુ જશે અને ઉપરાંત આ વિશે પત્રકારો સાથે વાત કરશે