August 9, 2024 10:23 AM

રાજ્યમાં વાઇરલ એન્કેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 162 થઈ.

રાજ્યમાં વાઇરલ એન્કેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 162 થઈ છે. જેમાંથી સૌથી વધુ કેસો સાબરકાંઠા જિલ્લામાં 16, અરવલ્લીમાં 7, બનાસકાંઠામાં 7, મહિસાગરમાં 4, ભરૂચમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10, સુરેન્દ્રનગરમાં 6, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 12, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 8, પંચમહાલ જિલ્લામાં 16, જામનગરમાં 8, મોરબીમાં 6, ગાંધીનગર શહેરમાં 3, છોટાઉદેપુર, નર્મદા, સુરત, અમદાવાદ, દ્વારકામાં બે – બે કેસ નોંધાયા છે, જ્યારે કે, જામનગર, પોરબંદર, પાટણ, ગીર સોમનાથ, અમરેલી અન...

August 2, 2024 3:23 PM

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે.તમામ જીલ્લાઓમાં તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગઇકાલેવધુ એક બાળકનું મૃત્યુ થયું છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં સાબરકાંઠા અને અરવલ્લીના ચાર-ચાર બાળકો તેમજ રાજસ્થાનના બે બાળકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. જો કે, દસ બાળકો પૈકી બે બાળકોના રિપોર્ટ ચાંદીપુર પોઝિટિવ આવ્યા હતા.તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટાનાયતા ગામનું સાત વર્ષનું બાળક ચાંદીપૂરા વાયરસથી સંક્રમિત થતાં આજે તેનું ...

July 22, 2024 7:47 PM

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક ૩૦ થી વધુ થયો છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 84 કેસ છે. બનાસકાંઠાના સુઈગામ, રાજકોટમાં ગોંડલ તાલુકાના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત નીપજ્યાં છે. સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં 11 વર્ષીય બાળકીનું જ્યારે રાજકોટમાં ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 7 વર્ષના બાળકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના સુઈગામમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે, સારવાર હેઠળ રહેલા દ...

July 19, 2024 7:50 PM

ચાંદીપુરા વાઇરસને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

એનકેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાઇરસને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સામાન્ય નાગિરકોને આ રોગના લક્ષ્ણો, સારવાર અને બચાવ વિશેની માહિતી આપવામાં આવી છે. માર્ગદર્શિકામાં કહેવાયું છે કે RNA એક વાયરસ છે, જેના સંક્રમણથી મગજનો તાવ આવે છે. આ વાઇરસ નવજાત શીશુથી માંડીને ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. ચાંદીપુરા વાઇરસ સામાન્ય રીતે સેન્ડફ્લાય માખી તેમજ મચ્છને કારણે ફેલાય છે. જે ભેજવાળા મકાનોમાં પડેલી તિરાડોમાં જોવા મળે છે. માર્ગદર્શિકામાં સ્પષ્ટતા કરાઈ છે કે આ કોઈ ચેપી રોગ નથી. ત...