September 12, 2024 7:41 PM
3
રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના સર્વે માટે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે – તો રાજ્ય સરકારે વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારોના વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી
રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના, લઘુ અને મધ્મય વર્ગના વેપારીઓ માટે રાજ્ય સરકારે રાહત અને બચાવ પેકેજની જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડોદરામાં વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલા લોકોનું ઝડપી પુનર્વસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.પેકેજ અંતર્ગત લારી રેડકી ધારકને રૂપિયા પાંચ હજાર, 40 ચોરસ ફૂટ સુધીની નાના સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20 હજારની, 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધારકને 40 હજારની તેમજ મધ્યમ કક્ષાની પાકી દુકા...