September 12, 2024 7:41 PM

રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના સર્વે માટે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે – તો રાજ્ય સરકારે વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારોના વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી

રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના, લઘુ અને મધ્મય વર્ગના વેપારીઓ માટે રાજ્ય સરકારે રાહત અને બચાવ પેકેજની જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડોદરામાં વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલા લોકોનું ઝડપી પુનર્વસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.પેકેજ અંતર્ગત લારી રેડકી ધારકને રૂપિયા પાંચ હજાર, 40 ચોરસ ફૂટ સુધીની નાના સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20 હજારની, 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધારકને 40 હજારની તેમજ મધ્યમ કક્ષાની પાકી દુકા...

September 10, 2024 7:35 PM

પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ બંને યોજના અંતર્ગત રાજ્યએ કરેલી કામગીરીની સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોષીએ કહ્યું કે, ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં અન્ય રાજ્યો કરતાં વધુ સક્રીય રીતે કાર્ય કરી રહ્યું છે. સમીક્ષા બેઠકમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના અમીલકરણમાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશનો ક્રમ આ...

September 4, 2024 10:14 AM

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન...

August 22, 2024 4:11 PM

ગુજરાતમાં ચાલી રહેલી ડિજિટલ પાક સર્વેની કામગીરી અંતર્ગત તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવી રહ્યા છે

સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી ડિજિટલ પાક સર્વેની કામગીરી અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં અંદાજે ૨ લાખ ૨૭ હજાર સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જિલ્લામાં કયા સર્વે નંબર પર કયા પાકનું વાવેતર કર્યું છે તે મોબાઇલ એપ દ્વારા જાણી શકાશે. પાટણ જિલ્લામાં પણ ખેડૂતોના ખેતરમાં વાસ્તવિક રીતે કયા પાકોનું કેટલા વિસ્તારમાં વાવેતર થયું છે તેની મોજણી માટે ડિજિટલ ક્રોપ સર્વ...

August 22, 2024 12:23 PM

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. રાજ્યમા આજે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધારે 71 મિલીમીટર વરસાદ આણંદના ખંભાત તાલુકામાં વરસ્યો હતો. જ્...

August 22, 2024 11:40 AM

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 55,575 આવાસ તૈયાર કરાયા

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 55 હજાર 575 આવાસ તૈયાર કરાયા છે. આ માટે સરકારે એક હજાર 952 કરોડ રૂપિયાની સહાય ચૂકવી છે. ગુજરાત વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુત્તરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. શ્રી પટેલે જણાવ્યું કે, આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઑલના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા છેલ્લા 2 વર્ષમાં 55 હજાર 575 આવાસ પ્રધાનમંત્રી આ...

August 4, 2024 9:41 AM

જામનગરના સાધના કોલોનીમાં મકાન ધરાશાયી : એકનું મોત

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બે મજલા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ મકાન ધરાશાયી થતાં મલબા નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં તુરંત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આવ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક લાવારિસ જણાતી વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના જ...

August 4, 2024 8:56 AM

અમિત શાહની દેશવાસીઓને 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો લહેરાવા અપીલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે. આ અભિયાને દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે.

August 4, 2024 8:41 AM

રાજ્યમાં 15,820 માતાએ પોતાના દૂધનું દાન કરી 12,403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મિલ્ક બેન્ક”માં 415 માતાએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે. રાજ્યમાં સાતમી ઑગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે, જેનો ઉદ્દેશ્ય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, 6 માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને 6 માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો...

August 3, 2024 10:55 AM

મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો અને વાહનો માટે રૂ.63 કરોડ ફાળવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો – સાધનો (ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ)ની ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી છે. આ સંદર્ભમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. જેનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમ...