September 2, 2024 7:44 PM

કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની કુલ 13 હજાર 966 કરોડ રૂપિયાનાં રોકાણ સાથેની સાત યોજનાઓને મંજૂરી આપી  

કેન્દ્રીય મંત્રીમંડળે આજે ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અનેતેમની આવક વધારવા કુલ 13 હજાર 966 કરોડ રૂપિયાનાં રોકાણ સાથેની સાતયોજનાઓને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કુલ બે હજાર આઠ સો 17 કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતા ડિજિટલ કૃષિ મિશનને પણ મંજૂરી આપી છે. મંત્રીમંડળે ત્રણ હજાર 979 કરોડનાં કુલ ખર્ચે અન્ન અને પોષણ સલામતી યોજનાને પણ મંજૂરી આપી છે.સરકારે બે હજાર 291 કરોડ રૂપિયાનાં ખર્ચે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળની બેઠકમાં એક હજાર 702 કરોડ રૂપિયાનાં ખર્ચે પશુધન આરોગ...

August 20, 2024 3:59 PM

રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું

રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ચોમાસા દરમિયાન મગફળીમાં સફેદ કીટકનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ કીટકના અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તાજેતરમાં જ ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જે ખેતી નિયામકની સાઇટ પર જોઇ શકાશે.

July 19, 2024 7:55 PM

સરકારે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળે તે માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકી

રાજ્ય સરકારે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે ૧૦ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી યોજના શરૂ કરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, આ યોજના હેઠળ ૫ હજાર મેટ્રિક ટનથી મોટા અને ૧૦ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એક...