September 9, 2024 3:18 PM

સર્વોચ્ચ અદાલતમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી

સર્વોચ્ચ અદાલત કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે. અદાલતે આજે સીબીઆઇને આ કેસમાં આગામી મંગળવારે નવો રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું.સીબીઆઈએ ફોરેન્સિક રિપોર્ટમાં નમૂના કોણે એકત્રિત કર્યા તે અંગે ભાર આપતા અદાલતે નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. સીબીઆઈ હવે એઈમ્સ અને અન્ય કેન્દ્રીય પ્રયોગશાળાઓમાંથી અલગ ફોરેન્સિક અભ્યાસ કરાવશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે.

September 6, 2024 9:38 AM

પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડૉ બિરુપક્ષ બિસ્વાસ અને ડૉ અવિક ડેને બરતરફ કરી દીધા છે.

પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડૉ બિરુપક્ષ બિસ્વાસ અને ડૉ અવિક ડેને બરતરફ કરી દીધા છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં પીજીટી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવાના કેસ બાદ તેમના નામો સામે આવ્યા છે. આ બંને ઉપર પશ્ચિમ બંગાળની વિવિધ મેડિકલ કોલેજોમાં જુનિયર ડોક્ટરો તેમજ શિક્ષકોને ધમકાવવાનો આરોપ છે. ડૉ. બિરુપક્ષ બિસ્વાસ પેથોલોજી વિભાગમાં બર્દુવાન મેડિકલ કૉલેજના વરિષ્ઠ નિવાસી ડૉક્ટર છે અને ડૉ.અવિક ડે એ જ મેડિકલ કૉલેજના રેડિયોડાયગ્નોસિસ વિભાગના નિવાસી તબીબી અધિકારી છે અને કોલકાતા...

August 27, 2024 8:00 PM

કોલકાતાના હાવડા બ્રીજ ખાતે આજે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું

કોલકાતાના હાવડા બ્રીજ ખાતે આજે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજીત નિબન્ના અભિયાન રેલી દરમિયાન હજારોની સંખ્યામા પ્રદર્શનકારીઓએ આર. જી. કર કૉલેજમાં દુષ્કર્મ અને હત્યા મામલે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રદર્શનકારીઓને વિવિધ સ્થળોએ અટકાવવામાં આવ્યા હતા, કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડનો ભઁગ કર્યો હતો. દરમિયાન પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ, તેમજ વોટર કેનન અને ટીયર ગૅસનો મારો કર્યો હતો. સ્થિતિને જોતા કેટલાક સ્થળોએ બેરિકેડ્સને વેલ્ડિંગ અને સિમેન્ટથી બનાવવ...

August 22, 2024 7:47 PM

લકાતાની આર.જે.કાર હોસ્પીટલના તબીબની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં તપાસ કરી રહેલ સીબીઆઇ અને કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રીપોર્ટ એટલે કે, અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કર્યો

કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલના તબીબની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં તપાસ કરી રહેલ સીબીઆઇ અને કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રીપોર્ટ એટલે કે, અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે. ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની બેંચે કોલકાતા હોસ્પીટલની ઘટનાની જાતે જ નોંધ લઇને સર્વોચ્ચ અદાલતે કરેલા કેસની સુનાવણી આજે હાથ ધરી હતી. સુનાવણીના આરંભે ન્યાયમૂર્તિએ આંદોલન કરી રહેલા તબીબોને જાહેર આરોગ્ય સેવાના હિતમાં ફરજ પર પાછા ફરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિવિધ તબીબી...

August 22, 2024 2:04 PM

કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસ મામલે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ સુપ્રત કર્યો છે

કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસ મામલે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ સુપ્રત કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ સિંહ, ન્યાયાધીશ જે બી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખઁડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. અદાલતે જણાવ્યું આ કેસમાં પોલીસે પીડિતના અંતિમ સંસ્કાર બાદ ફરિયાદ દાખલ કરવા વિશે પણ સવાલ પૂછ્યાં. વધુમાં અદાલતે કહ્યું કે આ કેસમાં પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે, એ આ પહેલા ક્યારેય જોવા નથી મળી. વધુમાં સર્વોચ્...

August 16, 2024 7:31 PM

કોલકાતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરના તબીબોની હડતાળ

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાનાવિરોધમાં આવતીકાલે દેશભરની સાથે સાથે વિવિધ રાજ્યભરમા તબીબોએ હડતાળની જાહેરાત કરી છે.ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા આજે પત્રકાર પરિષદયોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે..આવતીકાલે સવારે છ વાગ્યાથી લઇને ૧૮તારીખ સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે.. જ્યારેઅમદાવાદમાં સાતસો તબીબો રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ ઉપરાત અમદાવાદમેડિકલ એસોસિએશનની ઓફિસથી લઇને ઇન્કમટેક્ષ સર્કલ સુધી સાંજે કેન્ડલ મા...