September 26, 2024 2:30 PM

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે ન્યુયોર્કમાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓ સાથેની મંત્રણામાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સલામતિ પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જાળવવાના પોતાના લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. જેનાથી વિશ્વ સંસ્થાની અસરકારકતા અને વિશ્વસનીયતામાં ઘટાડો થયો છે. ડૉ. જયશંકરે કહ્યું કે સુરક્ષા પરિષદના સ્થાયી અને ચૂંટાયેલા સભ્યો બં...

September 10, 2024 2:30 PM

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસની મુલાકાતે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે. બર્લિનની મુલાકાત દરમિયાન ડૉક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન ફેડરલ વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે. વિદેશ મંત્રીની બર્લિનની મુલાકાત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની આગામી મહિને ભારતની પ્રસ્તાવિત યાત્રા માટેનો તખ્તો ઘડશે. ઉલ્લેખનીય છે કે, જર્મની ભારતના મહત્ત્વના વેપારી ભાગીદારો પૈકીનું એક અને સીધા વિદેશી રોકાણ-FDIનું અગ્રણી સ્ત્રોત છે. અગાઉ, ગઈ કાલે ડોક્ટર જયશંકર...

August 18, 2024 8:37 AM

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કુવૈતની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કુવૈતની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લાલ-અલી અલ-યાહ્યાને મળશે. તે કુવૈતના ટોચના નેતૃત્વને પણ મળી શકે છે. ડૉ. જયશંકરની મુલાકાત બંને દેશોને રાજકારણ, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સંસ્કૃતિ, મુત્સદ્દીગીરી અને જનસંપર્ક અને અન્ય ક્ષેત્રોમાં સંબંધોની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. બંને દેશો પારસ્પરિક હિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે અને પશ્ચિમ અને દક્ષિણ એશિયાની સમસ્યાઓના ઉકેલ અંગે પણ ચર્ચા કરશે.

August 15, 2024 7:45 PM

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18 ઑગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18 ઑગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ અલિ અલ યાહયા ઉપરાંત અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. ડૉ. જયશંકરની આ મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે રાજકીય, વેપાર, રોકાણ, ઊર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, રાજદ્વારી અને લોક સંપર્ક સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ શકે છે. બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.

August 9, 2024 2:27 PM

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજથી ત્રણ દિવસના મલેશિયા પ્રવાસે જશે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી માલદીવના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ ભાગીદારીને મજબૂત બનાવવાનો તેમજ દ્વિપક્ષીય સંબંધો માટેના નવા અવસર ઉભા કરવાનો છે. જૂનમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત યાત્રા બાદ વિદેશ મંત્રી આ પ્રવાસ કરી રહ્યા છે. માલદીવ ભારતનો સમુદ્રી પાડોશી દેશ છે, જે હિન્દ મહાસાગારમાં રાજદ્વારી મહત્વ ધરાવે છે.