September 6, 2024 2:39 PM

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી સાથે જાપાનના ટોક્યોમાં બેઠક કરી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી તારો કોનો સાથે જાપાનના ટોક્યોમાં ભારત-જાપાન ડિજિટલ સંબંધ મજબૂત કરવા અંગે બેઠક કરી હતી. બંને નેતાએ ભવિષ્યની તકનીકી અને પ્રગતિ અંગે ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. અગાઉ, શ્રી વૈષ્ણવે ભારત-જાપાન વ્યૂહાત્મક ભાગીદારીની વર્તમાન અને ભાવિ સ્થિતિ ઉપર જાપાનના પ્રધાનમંત્રીના વિશેષ સલાહકાર મસાફુમી મોરી સાથે વ્યાપક ચર્ચા કરી હતી. શ્રી વૈષ્ણવે જાપાનના પરિવહન અને પ્રવાસન મંત્રી તેત્સુઓ સૈટો સાથે ભારત-જાપાન રેલવ...

August 13, 2024 2:11 PM

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે. કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવાતા દ્રશ્યો સમયઅને તારીખ સાથે દર્શાવે તેવી સૂચના આપી છે.એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ આપત્તિ અથવા કુદરતી આફત આવે છે ત્યારે ટીવી ચેનલો ઘણા દિવસો સુધી સતત કવરેજ આપે છે પરંતુ જે દિવસે ઘટના બની તે દિવસથી વારંવાર ફૂટેજ બતાવે છે. તે કહે છે કે આનાથી દર્શકોમાં બિનજરૂરી મૂંઝવણ અને સંભવિત ગભરાટ પેદા થાય છે.ટીવી ચેનલોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે આવી ઘટ...