September 10, 2024 8:00 PM

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે :કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે અને 2030 સુધીમાં તેનું વાર્ષિક વેચાણ વધીને 1 કરોડ રૂપિયાને પાર થવાની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનોમાં ઉત્પાદનમાં વધારો થતા પાંચ કરોડ રોજગાર ઉભા થશે. ભારતીય ઓટોમોબાઇલ ઉત્પાદન સમુદાયના 64માં વાર્ષિક સંમેલનને સંબોધન કરતા શ્રી ગડકરીએ જણાવ્યું કે, દેશમાં હાલમાં નોંધાયેલા ઈવીની સંખ્યા 30 લાખની આસપાસ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વર્ષ 2023 – 24માં ચાર ચક્રી ઈવીના વેચાણમાં...