September 10, 2024 8:45 AM
જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો
જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે.ગઈ કાલે નવી દિલ્હીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણનાં અધ્યક્ષપદે યોજાયેલી જીએસટી કાઉન્સિલની 54મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ પત્રકાર પરિષદમાં સુશ્રી સીતારમણે જણાવ્યું કે, કેન્સરની સારવારનો ખર્ચ ઘટાડવા કેન્સરની દવાઓ પરનો જીએસટી દર ઘટાડવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે નાસ્તાઓ પરનો જીએસટી પણ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, જીવન અને આરોગ્ય વીમા પરનો દ...