August 18, 2024 8:18 AM
રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી ત્રણ લાખથી વધુ રાખડી ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલવામાં આવી.
રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી ત્રણ લાખથી વધુ રાખડી ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલવામાં આવી છે.એમ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું.કે રક્ષાબંધનના એક દિવસ અગાઉ એટલે કે, આજે પણ ટપાલ વિતરણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી યાદવે ઉંમેર્યું, ટપાલ કચેરીઓમાંથી વિદેશમાં સ્પીડપોસ્ટ અને રજિસ્ટર્ડ ડાક દ્વારા મોટા પ્રમાણમાં રાખડીઓ મોકલવામાં આવી રહી છે. લગભગ દોઢ લાખ રાખડી અમદાવાદ ક્ષેત્ર હેઠળની ટપાલ કચેરી દ્વારા વિદેશ માટે નોંધવામાં આવી છે. આમાં મોટા ...