September 26, 2024 7:51 PM
બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાંતે આજે મકાઉ ઓપનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાંતે આજે મકાઉ ઓપનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રીકાંતે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં દેશબંધુ આયુષ શેટ્ટીને 21-13,21-18થી હરાવ્યા હતા. મહિલા ડબલ્સમાં ગાયત્રી ગોપીચંદ અને ત્રીસા જોલીની ભારતની ત્રીજી ક્રમાંકિત જોડીએ પણ લિન ચિહ-ચુન અને ટેંગ ચુન-સુનની તાઇવાનની જોડીને રાઉન્ડ ઓફ 16 મેચમાં 22-20, 21-11થી હરાવીને અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો હતો.