September 17, 2024 3:13 PM

વિસનગર માર્કેટયાર્ડમાં નવી સિઝનનાં કપાસનાં પાકની આવક શરૂ થઈ

વિસનગર માર્કેટયાર્ડમાં નવી સિઝનનાં કપાસનાં પાકની આવક શરૂ થઈ ગઈ છે. 801 થી લઈ 1921 રૂપિયાનાં પ્રતિ મણનાં ભાવે 241 241 મણ કપાસની આવક થઈ હતી. વિસનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો કપાસના પાકને વેચવા આવી રહ્યા છે. ધીરે ધીરે કપાસની આવકમાં વધારો જોવા મળશે.

August 9, 2024 7:32 PM

ચોમાસામાં કપાસના ઊભા પાકમાં થતી ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા કેટલાક નિયંત્રણના ઉપાયો સૂચવવામાં આવ્યા

ચોમાસામાં કપાસના ઊભા પાકમાં થતી વિવિધ પ્રકારની ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા કેટલાક નિયંત્રણના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. લીલી ઇયળ કપાસના છોડની ટોચ પરનાં કુમળા ભાગ પર ઈંડા મૂકતી હોઇ, આવા ટોચના પાન ઉપર મુકાયેલા ઈંડા સહિતના પાન વીણી લેવા તેમજ ફુલોમાં ૫ થી ૧૦ ટકા જેટલું નુકશાન જોવા મળે તો લીંબોળીના મીંજમાંથી બનાવેલ દ્રાવણનો છંટકાવ કરવા સૂચના અપાઈ છે. ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પાકના ૧૨૦ થી ૧૫૦ દિવસે નુક્શાન મુજબ સાયપર મેથ્રીન૧૦ ઇસી અથવા ફેન્વલરેટ ૨૦ ઇસી અથવા લેમ્ડા સાયહેલોથ્રીન ...