August 16, 2024 7:52 PM
70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ગુજરાતના ચલચિત્ર કચ્છ એક્સપ્રેસને ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યાં
વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી ફિચર ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ”ને રાષ્ટ્રીય,સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. મહિલા સશક્તીકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી. આ ફિલ્મના નિર્માતા સોલ સૂત્ર એલએલપી છે તેમજ દિગ્દર્શક વિરલ શાહ છે. તેઓને 2 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર જાહેર થયો છે. આ સાથે આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં રહેલી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એવોર્ડ જાહેર થયો છે. જેમને સંયુ...