September 12, 2024 7:45 PM

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો છે. આ પૈકી 4 થી 5 ના મોત અન્ય કારણોસર કે હાર્ટને કારણે થયા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આજે પ્રભારી સચિવ તેમજ આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટ અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

August 16, 2024 4:15 PM

કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત

કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત નીપજયા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે 17 અને 14 વર્ષના બે કિશોરો કેનાલમાં ન્હાવા ગયા હતા ત્યારે અકસ્માત થી પગ લપસતા બંને પાણી માં ડૂબી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારરા બને ના મૃતદેહને બહાર કઢાયા હતા. પોલીસે ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે. બને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

August 9, 2024 10:32 AM

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી મંત્રીએ ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આગામી મિટીંગ પૂર્વે બાકી રહેતા કામો ઇન્ડકેસમાં શૂન્ય કરવા અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં 2020-21 વર્ષ થી વર્ષ 2023-24 સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરીને તત્કાલ અસરથી ખૂટત...