July 18, 2024 2:35 PM
ઓમાનના દરિયાકિનારા નજીક ડૂબી ગયેલા ઓઇલ ટેન્કરમાંથી ચાલક દળના 10 સભ્યોને શોધવામાં આવ્યા છે, જેમાંથી નવ જીવિત છે અને એકનું મૃત્યુ થયું છે
ઓમાનના દરિયાકિનારા નજીક ડૂબી ગયેલા ઓઇલ ટેન્કરમાંથી ચાલક દળના 10 સભ્યોને શોધવામાં આવ્યા છે, જેમાંથી નવ જીવિત છે અને એકનું મૃત્યુ થયું છે. જીવિત નવમાંથી આઠ ભારતીય અને એક શ્રીલંકન નાગરિક છે. બાકીનાં છ સભ્યોની શોધખોળ ચાલુ છે. કોમોરોસનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર એમવી પ્રેસ્ટીજ ફાલ્કનમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકન સહિત ચાલક દળનાં 16 સભ્યો હતા. બચાવ અને શોધખોળ કામગીરીમાં ભારતીય નૌકા દળના યુધ્ધ જહાજ આઇએનએસ તેગે મહત્વની ભૂમિકા ભજવી છે. નૌકા દળના જહાજ અને પી-8 દરિયાઇ નિરીક્ષણ વિમાન મોકલવામાં આવ્યું છે. રાસ ...