September 17, 2024 6:48 PM
પ્રધાનમંત્રી મોદી ઓડિશાની મુલાકાતે, સુભદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે વિકાસની પ્રક્રિયામાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સમાન ભાગીદારી સાથે દેશ 'વિક્સિત ભારત' તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે બપોરે ભુવનેશ્વરના જનતા મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મોદી સરકાર 3.0 આજે 100 દિવસ પૂર્ણ કરી રહી છે અને આ સમયગાળામાં અનેક યોજનાઓ સાકાર થઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આ 100 દિવસમાંઘરવિહોણા લોકોને ત્રણ કરોડ પાકા મકાનો, 25 હજાર ગામોમાં પાકા રસ્તા, મેડિકલ કોલેજમાંવધુ 75 હજાર બેઠકો, સ...