August 9, 2024 8:10 PM

એર ઈન્ડિયાએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી તેલ અવીવ, ઈઝરાયેલની ફ્લાઈટ સ્થગિત કરી

એર ઈન્ડિયાએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી તેલ અવીવ, ઈઝરાયેલની ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. એરઈન્ડિયાએ કહ્યું કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને મુસાફરો અનેક્રૂની સુરક્ષા માટે હાલ કામગીરી સ્થગિત કરી દીધી છે.

August 2, 2024 8:12 PM

એર ઈન્ડિયાએ આગામી 8 ઓગસ્ટ સુધી, ઈઝરાયેલ માટેની ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય લીધો

એર ઈન્ડિયાએ આગામી 8 ઓગસ્ટ સુધી, ઈઝરાયેલ માટેની ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એરલાઈન્સે, તાત્કાલિક અસરથી તેલ અવીવ માટેની ફ્લાઈટ્સસ્થગિત કરી દીધી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે વિમાન કંપનીએ આ નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન તેલ અવીવની મુસાફરી માટે કન્ફર્મ બુકિંગધરાવતા મુસાફરોને રીશેડ્યુલિંગ અને કેન્સલેશન ફી પર એક વખતની ડિસ્કાઉન્ટ ઓફર કરાઇછે.