September 13, 2024 3:14 PM

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ત્રણ વર્ષમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ત્રણ વર્ષમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ કર્યું છે. રાજ્યમાં 11 નવી નીતિ થકી વિકાસ થયો છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં આ મુજબ જણાવ્યું...ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.

July 19, 2024 4:21 PM

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઇરસના સૌથી વધુ શંકાસ્પદ કેસ ધરાવતા સાબરકાંઠા જિલ્લાની આજે મુલાકાત લીધી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઇરસના સૌથી વધુ શંકાસ્પદ કેસ ધરાવતા સાબરકાંઠા જિલ્લાની આજે મુલાકાત લીધી. તેમણે હિંમતનગર GMERS મેડિકલ કૉલેજ ખાતે વાયરલ એન્કેફેલાઇટીસની સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા. આ પ્રસંગે રાજ્ય સરકાર વાઇરલ એન્કેફેલાઇટીસ રોગને અટકાવવા કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું. જે બાદ તેમણે સાબરકાંઠા જિલ્લામાં વાઇરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર,વ્યવસ્થા તેમજ ઉપચારાત્મક બાબતો અંગે સમીક્ષા બેઠક કરી હતી અને રોગને અટકાવવાની દિશામાં સ્થાનિક વહીવટીતંત્ર...