September 22, 2024 10:08 AM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ વૃક્ષારોપણ પણ કર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિ ડોકમરડી ઓડિટોરિયમમાં પશ્ચિમ ક્ષેત્રના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા...

September 20, 2024 7:25 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત છે. આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે જામપોર દરિયા પાસે પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 2.40 હેક્ટરમાં ફેલાયેલા આ પક્ષી અભ્યારણની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રની મુલાકાત લીધી. શ્રી ધનખડે બપોર બાદ એન્જીનીયરીંગ કોલેજ અને ફેશન ડીઝાઈનીંગ કોલેજ તેમજ રીંગણવાડા સર...

September 20, 2024 3:21 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત હશે. આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે જામપોર દરિયા પાસે પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 2.40 હેક્ટરમાં ફેલાયેલા આ પક્ષી અભ્યારણની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રની મુલાકાત લીધી. આવતીકાલે શ્રી ધનખડ સિલ્વાસા, દાદરા અને નગર હવેલીમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિ...

August 16, 2024 2:25 PM

ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાયદા વિશ્વવિદ્યાલયમાં આઇપી કાયદો અને પ્રબંધનમાં સંયુક્ત અનુસ્નાતક, LLMની પ્રથમ બેચના ઇન્ડક્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાયદા વિશ્વવિદ્યાલયમાં આઇપી કાયદો અને પ્રબંધનમાં સંયુક્ત અનુસ્નાતક, LLMની પ્રથમ બેચના ઇન્ડક્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને કારણે ભારતની બૌદ્ધિક સંપદાને સોનાની ખાણ સમાન ગણાવી. વધુમાં તેમણે ઉમેર્યું કે, વેદ આ બૌદ્ધિક સંપદાનો મુખ્ય ઉદાહરણ છે. ઉપરાષ્ટ્રપતિ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની મુલાકાતે પણ રવાના થશે.