July 31, 2024 2:30 PM

ઈરાનના તેહરાનમાં આતંકવાદી જુથ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનયાહની હત્યા કરવામાં આવી

ઈરાનના તેહરાનમાં આતંકવાદી જુથ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનયાહની હત્યા કરવામાં આવી છે. હનયાહ ગઈકાલે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે શહેરમાં હતો ત્યારે તેના નિવાસસ્થાને તેના એક અંગરક્ષક સાથે માર્યો ગયો હતો. ઈસ્લામિક ક્રાંતિકારી ગાર્ડ કોર્પસ તરફથી આહત્યા અંગે વધુ કોઈ વિગતો આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આતંકવાદી જુથ હમાસનો વડો એવો ઈસ્માઈલ હનીયેહ ઘણી શાંતિ વાટાઘાટોમાં સક્રિય હતો. દરમિયાન, ઇઝરાયેલે લેબેનોનની રાજધાની બેરુતમાં કરેલા વિસ્ફોટમાં હિઝબુલ્લાહના કમાન...