August 8, 2024 8:10 PM

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે. આજથી આગામી ૧૦ ઓગસ્ટ સુધી યોજાનારા આ ત્રિદિવસીય એક્સપોની ૧૭મી આવૃત્તિની વિષયવસ્તુ “નવીનતા, ટેકનોલોજી અને જ્ઞાનની આપ-લે” છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આજે ભારત, દવા ઉત્પાદન ક્ષેત્રનું હબ બનવા આગળ વધી રહ્યું છે જેમાં ગુજરાતનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગ સાહસિકોને વિવિધ મંજૂરીઓ ...

July 26, 2024 7:45 PM

રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓની યાદીમાં આ વર્ષે નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો

રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓ- EDLની યાદીમાં આ વર્ષે નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારની EDLની યાદીમાં ૭૧૭ દવાઓ હતી, જે હવે વધીને ૧ હજાર ૩૮૨ થઇ છે. તેમણે કહ્યું કે, રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, EDLની યાદીમાં હવે કાર્ડીઓ વેસ્ક્યુલરની દવાઓ વધીને ૧૧૭, એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ વધીને ૧૯૯...