September 16, 2024 2:40 PM

કર્ણાટકના બેલગામમાં આઠ વાહન વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત

કર્ણાટકના બેલગામમાં આઠ વાહન વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત અને છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં 2 બાઈક સવાર અને 2 કાર સવાર સામેલ હતા. પોલીસના જણાવ્યા મુજબ, આઠ વાહન એક પછી એક ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. કન્ટેનર વાહનચાલકની બેદરકારીના કારણે ત્રણ કાર, 2 લારી, એક કન્ટેનર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુ એક દુર્ઘટના તુમકુર જિલ્લાના ગુબ્બી તાલુકામાં સર્જાઈ હતી. અહીં એક કાર ડિવાઈડર સાથે અથડાતાં સાત વર્ષની બ...

August 2, 2024 2:18 PM

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા. અંદાજે પચાસ શ્રદ્ધાળુઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇરુક્કનકુડી મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે તિરુનેલવેલીથી મદુરાઈ જતી એક ટ્રકે નિયંત્રણ ગુમાવતાં ત્રણ યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ મામલે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

July 16, 2024 7:48 PM

રાજયમાં આજે થયેલા અકસ્માતના અલગ અલગ બનાવોમાં ઓછામાં ઓછા પાંચ મોત નિપજ્યાં

રાજયમાં આજે થયેલા અકસ્માતના અલગ અલગ બનાવોમાં ઓછામાં ઓછા પાંચ મોત નિપજ્યાં છે. વલસાડના પારડીના નવેરી ગામે માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજયા હતા. વલસાડથી અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે , પારડી તાલુકાના નેવરી ગામે નાનાપોન્ડા પારડી રોડ ઉપર આજે બપોરે થયેલા અકસ્માતમાં નેવરી ગામની બે મહિલાઓ અને કપરાડા તાલુકાનો એક યુવાનના મોત થયા હતા અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મહિસાગરના લુણાવાડા અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત થયું હતું. ઉપરાંત છો...

July 15, 2024 3:18 PM

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા અને છ થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ચિકોરા ગામ નજીક એક ટ્રક બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આણંદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર બસના ચાલક સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.