September 22, 2024 10:29 AM

રાજ્યના અંબાજી, સોમનાથ, સહિતના 32 સ્થળોના પ્રસાદની તપાસ કરાઇ

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના 32 સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં પ્રસાદ વહેંચણી કરતાં આવા વિવિધ 32 જેટલા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ સ્થળોના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબીનું તત્વ જોવા મળ્યું ન હતું, તેમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ...

September 17, 2024 3:15 PM

અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળા માટે મહેસાણા એસ.ટી. વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું

અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળા માટે મહેસાણા એસ.ટી. વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું હતુ. ચાર દિવસમાં 397 બસો દ્વારા એક હજાર 368 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 66 હજારથી વધુ મુસાફરોએ સલામતી કરી હતી. આ વિશેષ બસોને કારણે મહેસાણા એસ.ટી. વિભાગને 66 લાખ રૂપિયાથી વધુ આવક થઈ હતી.

September 12, 2024 7:59 PM

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે માઇભક્તોનો ધસારો

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો આરંભ થયો છે.શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાને આજે જિલ્લા કલેકટર મિહિર પટેલે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે પૂજા- અર્ચના કરીને ખુલ્લો મૂક્યો.આગામી ૧૮ મી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં માં આંબાના દર્શનાર્થે આવતાં લાખો ભક્તોને કલેકટરશ્રીએ આવકારતાં મા અંબા સહુ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.મેળાના પ્રથમ દિવસે જ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સેવા કેમ્પ ધમધમતા થયા છે ત્યારે આજે...

September 12, 2024 3:59 PM

યાત્રાધામ અંબાજી ખાતે આજે વિધિવત્ રીતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે

યાત્રાધામ અંબાજી ખાતે આજે વિધિવત્ રીતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે.જિલ્લા કલેક્ટર મિહીર પટેલે રથને પ્રસ્થાન કરાવી શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.મેળાનો પ્રારંભ થતાં જ જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઊઠી હતી.જિલ્લા કલેક્ટર મિહીર પટેલે વિવિધ સેવા કેમ્પનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ભક્તોને આવકારતા જિલ્લા કલેક્ટરે આ મુજબ જણાવ્યું હતું.

September 9, 2024 7:19 PM

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને ક્યુ આર કોડ પ્રસિદ્ધ કરાયો છે. આ કોડને સ્કેન કરવાથી પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડોની જાણકારી મેળવી શકાશે.

September 9, 2024 4:02 PM

અરવલ્લીના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વિભાગ દ્વારા અંબાજી જતાં પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવાયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતાં પદયાત્રીઓનો અરવલ્લી જિલ્લાના માર્ગો પર ધસારો જોવા મળી રહ્યો છે. આવા સમયે અહીં અકસ્માત નિવારવા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વિભાગ પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવવાનું કામ કરી રહ્યું છે.