રમતગમત

August 27, 2024 10:18 AM

ભારત આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ સાથે કરશે

ભારત આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ સાથે કરશે. જ્યારે બીજી મેચ 6 ઓક્ટોબરે તે જ સ્થળે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારતની ત્રીજી મેચ 9 ઓક્ટોબરે શ્રીલંકા વિરુદ્ધ રમાશે. 13 ઓક્ટોબરે શારજાહમાં ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે હાઈ-વોલ્ટે...

August 27, 2024 10:17 AM

સાફ યુ-20 ચેમ્પિયનશીપમાં ગઈ કાલે બાંગલાદેશે પેનલ્ટી શુટઆઉટમાં ભારતને પરાજય આપ્યો હતો

સાફ યુ-20 ચેમ્પિયનશીપમાં ગઈ કાલે બાંગલાદેશે પેનલ્ટી શુટઆઉટમાં ભારતને પરાજય આપ્યો હતો. નેપાળના કાઠમંડુમાં ANFA કોમ્પલેક્સ ખાતે રમાયેલી મેચમાં ભારત બાંગલાદેશ સામે 3-4થી હારી ગયું હતું. નિશ્ચિત સમયમાં બંને ટીમો વચ્ચે 1-1થી ડ્રો થતાં પેનલ્ટી શુટઆઉટ દ્વારા નિર્ણય આવ્યો હતો.

August 26, 2024 7:26 PM

પેરિસ ખાતે આગામી 28 તારીખથી પેરાલિમ્પિક્સ 2024 શરૂ થશે

પેરિસ ખાતે આગામી 28 તારીખથી શરૂ થનાર પેરાલિમ્પિક્સ 2024માં ભારતની એશિયન પેરા ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા તીરંદાજ- શીતલ દેવી ભારત માટે મેડલ જીતવા પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે. 17 વર્ષીય જમ્મુ જિલ્લાની વિશ્વની પ્રથમ અને એકમાત્ર હાથ વિના તીરંદાજીની સ્પર્ધામાં ઉતરનારી આ મહિલા,હાલ કમ્પાઉન્ડઓપન વિ...

August 26, 2024 3:28 PM

યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ 2024નો આજથી ન્યૂયોર્કમાં પ્રારંભ થશે

યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ 2024નો આજથી ન્યૂયોર્કમાં પ્રારંભ થશે. ભારત સહિત વિશ્વના ટેનિસ ચાહકોની નજર ભારતના સુમિત નાગલ અને રોહન બોપન્ના પર રહેશે. સુમિત નાગલ 2019 પછી 1 વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની સિંગલ્સ ઈવેન્ટમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય બનશે. ટેનિસ રેન્કિંગમાં 72મું સ્થાન ધરાવતા નાગલ આ...

August 25, 2024 4:22 PM

તન્વી પત્રીએ ચીનમાં રમાઇ રહેલી જુનિયર બેડમિંગ્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો

ભારતની તન્વી પાત્રીએ બેડમિંગ્ટનમાં આજે ચીનમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. ચેંગડુ ખાતે એશિયા અંડર-17 અને અંડર-15 જુનિયર ચેમ્પિયનશિપમાં અંડર-15 ગર્લ સિંગલ્સનું ટાઇટલ તન્વીએ જીત્યું હતું. તન્વીએ ફાઈનલ મેચમાં બીજા ક્રમાંકિત વિયેતનામની ન્ગુયેન થી થુ હ્યુજેનને પરાજય આપ્યો હતો. 13 વર્ષીય શટલરે એક પણ ગેમ ગુમાવ...

August 24, 2024 3:02 PM

ભારતીય બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ભારતીય બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 38 વર્ષીય ધવને તેમના સોશિયલ મીડિયા પર નિવૃત્તિનો વીડિયો શેર કર્યો છે અને પરિવાર, કોચ અને ટીમના સભ્યોનો તેમના સમર્થન માટે આભાર માન્યો છે. શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે 37 ટેસ્ટ, 167 ODI અને 68 T20મ...

August 24, 2024 3:02 PM

ડુરંડ કપ ફૂટબોલ-2024માં, બેંગલુરુ એફસીએ, કેરળ બ્લાસ્ટર્સને તેના ચોથા ક્વાર્ટર-ફાઇનલ મુકાબલામાં 1-0થી હરાવ્યું

ડુરંડ કપ ફૂટબોલ-2024માં, બેંગલુરુ એફસીએ, કેરળ બ્લાસ્ટર્સને તેના ચોથા ક્વાર્ટર-ફાઇનલ મુકાબલામાં 1-0થી હરાવ્યું હતું. અગાઉ, ભૂતપૂર્વ ચેમ્પિયન મોહન બાગાન સુપર જાયન્ટે ત્રીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સડન ડેથ પેનલ્ટી દ્વારા પંજાબ એફસીને 6-5થી હરાવ્યું હતું. બંને પક્ષો વચ્ચેનો મુકાબલો નિર્ધારિત સમયમાં 3-3થી ...

August 23, 2024 7:33 PM

પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએચીનના બેઇજીંગ ખાતે યોજાયેલ ૧૭મી આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં જુદી-જુદી ત્રણ કેટેગરીમાં સુવર્ણ, રજતઅને કાંસ્ય એમ કુલ ત્રણ ચંદ્રક જીત્યા છે

રાજકોટના પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએચીનના બેઇજીંગ ખાતે યોજાયેલ ૧૭મીઆંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં જુદી-જુદી ત્રણ કેટેગરીમાં સુવર્ણ, રજતઅને કાંસ્ય એમ કુલ ત્રણ ચંદ્રક જીત્યા છે. આ ઓલિમ્પિયાડ માટે દેશમાંથી કુલ ૪વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. તેમાં ઓલિમ્પિયાડમાં રૂદ્રને “થિયરી અને પ્રેક્ટિકલ,...

August 23, 2024 3:33 PM

ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમ આજે નેપાળના કાઠમંડુમાં SAFF અંડર-20 ફૂટબોલ સ્પર્ધાની અંતિમ ગ્રુપ મેચમાં માલદીવ સામે ટકરાશે

ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમ આજે નેપાળના કાઠમંડુમાં SAFF અંડર-20 ફૂટબોલ સ્પર્ધાની અંતિમ ગ્રુપ મેચમાં માલદીવ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:45 કલાકે શરૂ થશે. ભારતના એક મેચમાં ત્રણ પોઈન્ટ છે. માલદીવ સામે ડ્રો રમીને પણ ભારત સેમીફાઈનલમાં પહોંચશે.

August 22, 2024 10:31 AM

કેરળ સરકારે પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અને પૂર્વ હૉકી ગોલ કિપર પી.આર. શ્રીજેશને બે કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી

કેરળ સરકારે પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અને પૂર્વ હૉકી ગોલ કિપર પી.આર. શ્રીજેશને બે કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.