રમતગમત

July 5, 2024 10:07 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી હ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, તેમને વિશ્વાસ છે કે, એથ્લેટ્સ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમણે કહ્યું કે, 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે આશા રાખી રહ્યાં છે.

July 4, 2024 11:00 AM

ટી 20 વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે સવારે બાર્બાડોસથી દિલ્હી આવી પહોંચી

ટી 20 વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે સવારે બાર્બાડોસથી દિલ્હી આવી પહોંચી હતી. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાન મથકની બહાર ક્રિકેટ પ્રશંસકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ટીમનાં સભ્યોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ટુર્નામેન્ટમાં જીત મેળવ્યા બાદ ટીમ બાર્બાડોસથી પરત ફરી હતી. ચક્રવાત હરિકેન બેરિલન...

July 3, 2024 12:02 PM

ફુટબોલમાં તુર્કીએ ઓસ્ટ્રિયાને 2-1થી હરાવીને UEFA યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

ફુટબોલમાં તુર્કીએ ઓસ્ટ્રિયાને 2-1થી હરાવીને UEFA યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તુર્કીના ડિફેન્ડર મેરિહ ડેમિરલે માત્ર 57 સેકન્ડમાં જ ગોલ કરીને યુરોપિયન ચેમ્પિયનશીપનાં નોક આઉટ રાઉન્ડમાં સૌથી ઝડપી ગોલનો નવો વિક્રમ સર્જ્યો હતો. ડેમિરલે 59મી મિનિટમાં બીજો ગોલ કર્યો હતો,...

July 2, 2024 7:49 PM

ટી20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત આવશે

ટી20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત ફરી રહી છે. બારબાડોસમાં ચક્રવાતની સ્થિતને કારણે હવાઈ સેવાઓ સહિતની સેવાઓ અવરોધાતા, ભારતીય ટીમના પરત ફરવામાં વિલંબથયો છે. અગાઉ નિર્ધારિત સમય પ્રમાણે ભારતીય ટીમ ગઈકાલે સવારે અગિયાર વાગ્યે પરતફરવાની હતી. અમેરિકાના રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રના અહે...

July 2, 2024 3:50 PM

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરિઝ 6 થી 14 જુલાઈ દરમિયાન હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરિઝ 6 થી 14 જુલાઈ દરમિયાન હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ઝિમ્બાબ્વેએ શ્રેણી માટે તેની સત્તર સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી અને અનુભવી બેટ્સમેન સિકંદર રઝા યુવા ટીમનું નેતૃત્વ કરશે. ઝિમ્બાબ્વેએ બેલ્જિયમમાં જન્મેલા એન્તુમ નકવીનું ન...

July 1, 2024 8:00 PM

ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 10 વિકેટથી હરાવી

ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 10 વિકેટથી હરાવી છે. ભારતીય મહિલા ટીમે પ્રથમદાવમાં 603 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમપ્રથમ દાવમાં 266 રન બનાવીને ઑલઆઉટ થઈ હતી, અને તેને ફૉલોઓન રમવાની ફરજ પડી. બીજા દાવમાં પણ દક્ષિણ આફ્રિકાની મહિ...

July 1, 2024 3:52 PM

વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ આજથી લંડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં શરૂ થશે

વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ આજથી લંડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં શરૂ થઈ રહી છે. પ્રથમ દિવસે, વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ એસ્ટોનિયન ટેનિસ ખેલાડી માર્ક લાજલ સામે રમશે. ભારતના ટોચના પુરૂષ સિંગલ્સ ખેલાડી સુમિત નાગલ, આ વર્ષે તેની પ્રથમ વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં ભાગ લેશે. નાગલનો પ્રથમ રાઉન્ડમાં સર્બિયાન...

June 25, 2024 2:53 PM

ICC T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં અફઘાનિસ્તાને DLS પદ્ધતિથી બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યુ

ICC T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં અફઘાનિસ્તાને DLS પદ્ધતિથી બાંગ્લાદેશને 8 રનથી હરાવી દીધું છે.આ જીત સાથે અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. જેને લીધે આ વિશ્વકપમાંથી હવે ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાઈ ચૂક્યું છે.હવે પ્રથમ સેમી ફાઇનલમાં અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે જયારે બીજી સેમિફાઇનલમાં ભાર...

June 25, 2024 2:50 PM

ભારતે જોર્ડનના અમ્માનમાં રમાયેલી 17 વર્ષથી ઓછી વયની એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં કુલ 11 ચંદ્રક જીત્યા

ભારતે જોર્ડનના અમ્માનમાં રમાયેલી 17 વર્ષથી ઓછી વયની એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ચાર સુવર્ણ, બે રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક મળી કુલ 11 ચંદ્રક જીત્યા છે. મહિલા કુસ્તીબાજોએ ચારેય સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. 46 કિગ્રામાં દીપાંશી, 53 કિગ્રામાં મુસ્કાન, 61 કિગ્રામાં રજનીતા અને 69 કિગ્રામાં માનસી લાથેરે શાનદા...

June 18, 2024 3:05 PM

I.C.C. T-20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર એઈટની ટીમો નક્કી

I.C.C. T-20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર એઈટની ટીમો નક્કી થઈ ગઈ છે. નેપાળને હરાવી બાંગ્લાદેશ આ તબક્કામાં પસંદગી પામનારી અંતિમ ટીમ બની ગઈ છે. સુપર એઈટની મેચો આવતીકાલથી 25 જૂન દરમિયાન રમાશે. પ્રથમ જૂથમાં ભારત, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. જ્યારે બીજા જૂથમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડીઝ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.