પ્રાદેશિક સમાચાર

July 23, 2024 7:45 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 2024-2025નું કેન્દ્રીય અંદાજપત્ર વિકસિત ભારત માટે છે, તે સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 2024-2025નું કેન્દ્રીય અંદાજપત્ર વિકસિત ભારત માટે છે, તે સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે. અંદાજપત્ર પરનો પ્રતિભાવ આપતાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના જાહેર કરી છે, જ...

July 23, 2024 7:41 PM

નવી કર પ્રણાલિ માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં રૂપિયા ત્રણ લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે

નવી કર પ્રણાલિ માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં રૂપિયા ત્રણ લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે. આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે. સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને છ ટકા અને પ્લેટિનમ પરની ડ્યુટી 6.4 ટકા કરવામાં આવી છે. પીએમ આવાસ યોજના 2.0 હેઠળ એ...

July 23, 2024 7:39 PM

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણા મંત્રીએ જણાવ્યું કે, વિક્સિત ભારતનો સંકલ્પ સાકાર કરવા કુલ નવ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ખેતીની ઉત્પાદકતા વધારવા, યુવાનોમાં રોજગારી અને કાર્યકુશળતા વધારવ...

July 22, 2024 7:47 PM

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક ૩૦ થી વધુ થયો છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 84 કેસ છે. બનાસકાંઠાના સુઈગામ, રાજકોટમાં ગોંડલ તાલુકાના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત નીપજ્યાં છે. સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં 11 વર્ષી...

July 22, 2024 7:45 PM

રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, ખેડૂતોએ મકાઈના પાકને પાનના સુકારા તેમ જ તડછારો જેવા રોગથી રક્ષણ આપવા રોગમુક્ત બિયારણ ઉપયોગમાં લેવું જોઈએ. તેમ જ મકાઈની રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ દર વર્ષે પાકની ફેરબદ...

July 22, 2024 7:44 PM

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.ભૂતાનના રાજા સાથેના પ્રતિનિધિમંડળનું ભૂતાનના પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં અન ગરબાની પ્રસ્તુતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું. તમામ મહાનુભાવોને વૉલ ઑફ યુનિટીથી માહિતગાર કરાયા ...

July 22, 2024 3:55 PM

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાઇરસના સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાઇરસના સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે જિલ્લામાં હાલ 300 આરોગ્યના પેટા કેન્દ્ર અને 50 જાહેર આરોગ્ય કેન્દ્ર પરથી તમામ ગામના પાકા અને કાચા મકાનોની માહિતી મેળવવામાં આવી રહી છે. જિલ્લામાં ગોધરામાંથી ચાર, મોર...

July 22, 2024 3:50 PM

રાજ્યમાં આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન 108 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન 108 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, રાજ્યના 108 જેટલા તાલુકાઓમાં આજે હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધારે 11 ઈંચ વરસાદ દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો. જૂનાગઢ જિલ્લાના માણાવદ...

July 22, 2024 3:47 PM

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે આજે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટ ખાતે પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ તેમનું ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. આજે બંને નેતાઓ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ભા...

July 22, 2024 3:48 PM

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્યસરકારના પ્રયાસોના પગલે સલામત વતન પરત આવ્યા

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્યસરકારના પ્રયાસોના પગલે સલામત વતન પરત આવ્યા છે.જ્યારે અન્ય 11 વિદ્યાર્થીઓને પરત લાવવા માટેનાં પ્રયત્ન ચાલુ છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને આપેલી સૂચનાના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.