પ્રાદેશિક સમાચાર

July 29, 2024 8:10 PM

રાજ્ય સરકારે ફી નિયમન સમિતિની જાહેરાત કરી

રાજ્ય સરકારે ફી નિયમન સમિતિની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર ઝોનની સમિતિની જાહેરાત કરાઇ છે. જેમાં અમદાવાદ ઝોનના અધ્યક્ષ તરીકે હર્ષિત વોરાને નિયુક્ત કર્યા છે. જયારે રાજકોટ ઝોનમાં શ્રીમતી પી.જે.અગ્રાવતને, મહમ્મદ હનિફ સિંધિ વડોદરા ઝોનના, જ્યારે અતુલ ...

July 29, 2024 8:05 PM

રાજ્યના 203 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં 203 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તેમાં સૌથી વધુ સાડા સાત ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પ્રાતિજમાં વરસ્યો હતો. સાબરકાંઠાના ...

July 29, 2024 8:02 PM

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વનો રંગારંગ પ્રારંભ

ગિરિમથક સાપુતારા ખાતે આજથી  મેઘ મલ્હાર મહોત્સવનો પ્રારંભ થયો.  સાપુતારા ખાતે એક મહિના સુધી ચાલનાર  આ મહોત્સવને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મૂક્યો હતો. મહોત્સવના પહેલા દિવસે આજે વિવિધ વેશભૂષા અને સંગીતના સૂર તાલે નૃત્ય કરતા કલાકારો અને પ્રવાસીઓની હાજરી વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી. ત...

July 29, 2024 3:46 PM

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવ્યો

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ આ પર્વનો આરંભ કરાવ્યો હતો.. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર 'સાપુતારા-શબરી ધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ...

July 29, 2024 11:01 AM

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 131 થઈ, મૃત્યુઆંક 53 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 53 થયો છે અને વધુ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 131 થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીનાં કુલ કેસોમાં સૌથી વધુ 15 કેસ પંચમહાલમાં નોંધાયા છે. જ્યારે સાબરકાંઠા અને અમદાવાદ શહેરમાં 12-12 અને અરવલ્લી...

July 29, 2024 10:59 AM

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઇ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઈ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો હતો. મુંદરા કસ્ટમ વિભાગની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની ગુપ્ત બાતમી પરથી સક્રિય બનેલી કસ્ટમ અધિકારીની ટીમે 68 લાખ ગોળીનો આંતરરાષ્ટ્રીય બજારમાં 110 કરોડ રૂપિયાની કિં...

July 28, 2024 7:34 PM

અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસના કામો, સીપીઓએચ વર્કશોપ અને રનિંગ રૂમ વટવાનું રેલવે બોર્ડના સભ્યો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસના કામો, સીપીઓએચ વર્કશોપ અને રનિંગ રૂમ વટવાનું રેલવે બોર્ડના સભ્યો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. રેલવે બોર્ડના સભ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગના અનિલ કુમાર ખંડેલવાલે અમદાવાદ મંડળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસના કામની પ્રગતિની સમીક...

July 28, 2024 7:33 PM

મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ આયોજન કરાયું

મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ આયોજન કરાયું હતું.. જે અંતર્ગત બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતેની વીસામણબાપુ ની જગ્યા ખાતે મંદિરના મહંત મહામંડલેશ્વર નિર્મળા બા દ્વારા મહિલાઓ માટે મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરાયું હતું, કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગાંધી પરા સ્થિત કમ્યુનિ...

July 28, 2024 7:32 PM

રાજ્યસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની મુલાકાતે

રાજ્યસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે શહેરમાં નવા બની રહેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના સ્થળની મુલાકાત લીધી હતી. શક્તિસિંહ ગોહિલે સર્કીટ હાઉસ ખાતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદને કારણે અનેક વિસ્તારમાં મુ...

July 28, 2024 7:30 PM

રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે મૃતકોના પરિવારને ૪-૪ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં

પાણીના વહેણમાં તણાઇ ગયેલા માંડવી તાલુકાના બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે મૃતકોના પરિવારને ૪-૪ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા. માંડવી તાલુકાના બે યુવકો પરેશ ચૌધરી તથા અજીત ચૌધરી હર્ષદ હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમના હે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.