પ્રાદેશિક સમાચાર

August 2, 2024 7:52 PM

સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સુરતના ઓલપાડ ખાતે કરેલી દરોડાની કાર્યવાહીમાં પરવાના વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. આ ફેક્ટરી ખાતેથી આશરે ૨ લાખ રૂપિયાની કિંમતનું કાચો માલસામાન, ૭૦ હજાર રૂપિયાની કિંમતનું પેકીંગ મટ...

August 2, 2024 7:50 PM

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 63 લાખથી વધુ વિદ્યાર્થીઓને 45 હજાર 155 લાખ રૂપિયાની ગણવેશ સહાય આપવામાં આવી

રાજ્ય સરકારની ધોરણ-1થી 8માં અભ્યાસ કરતાં આદિજાતીના વિદ્યાર્થીઓને ગણવેશ લેવા માટે અપાતી સહાય યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 63 લાખથી વધુ વિદ્યાર્થીઓને 45 હજાર 155 લાખ રૂપિયાની ગણવેશ સહાય આપવામાં આવી છે. એવી જ રીતે, આદિજાતિના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળે તે હેતુથી અપાતી ભોજન સહાય યોજના છેલ્લા પાંચ વ...

August 2, 2024 7:48 PM

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા ખાતાધારકોને રાહત મળી છે.. પોલીસે બેંક ખાતા ફ્રીઝ કરવા અંગેની તેમની નિતીમાં પણ સુધારો કર્યો છે. વધુમાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, 20...

August 2, 2024 7:47 PM

રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રાખવાનો નિર્ણય કર્યો

રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રાખવાનો નિર્ણય કર્યો છે.. શિક્ષણ વિભાગ હસ્તકની લઘુમતી સિવાયની અનુદાનિત શાળાઓમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ...

August 2, 2024 3:23 PM

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે.તમામ જીલ્લાઓમાં તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગઇકાલેવધુ એક બાળકનું મૃત્યુ થયું છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં સાબરકાંઠા અને અરવલ્લીના ચાર-ચાર બાળકો તેમજ રાજસ્થાનના બે બાળકોના મૃત્યુ...

August 2, 2024 3:21 PM

કેદારનાથમાં વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

કેદારનાથમાં વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધી તાત્કાલીક બચાવ વ્યવસ્થા કરાવી હતી.કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉ...

August 2, 2024 3:19 PM

અનાજની અછત ધરાવતાં રાજ્યો ઇ-હરાજીમાં ભાગ લીધા વિના ઓપન માર્કેટ સેલસ્કીમ હેઠળ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી સીધી ખરીદી કરી શકાશે

અનાજની અછત ધરાવતાં રાજ્યો ઇ-હરાજીમાં ભાગ લીધા વિના ઓપન માર્કેટ સેલસ્કીમ હેઠળ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી સીધી ખરીદી કરી શકાશે. નવી ખરીદીની મોસમ શરૂ થાય તે પહેલાં જંગીફાજલ જથ્થાને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમ...

August 2, 2024 3:17 PM

રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી

રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ”ની ઉજવણીનો થઇ રહી છે.. આઠમી ઓગસ્ટ સુધી ચાલનારા આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા, મહિલા સન્માન સમારોહ, કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાઇ રહ્યા છે.જે અંતર્ગત જામનગર શહેરમાં વી.એમ.મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવ...

August 2, 2024 3:15 PM

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાનસહાયકોનાં કરારની મુદત પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમનાં કરાર રિન્યુ કરવાની મંજૂરી આપવામાં આવી

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાનસહાયકોનાં કરારની મુદત પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમનાં કરાર રિન્યુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્ઞાન સહાયક જે જગ્યા પર ફરજ બજાવતા હોય ત્યાં શિક્ષકોની જગ્યા ખાલી હોય તે સંજોગોમાં જ્ઞાન સહાયકોના કરાર રીન્યુ કરવાના રહેશે. જો કે શિક્ષકની જગ્યા ભરાઈ...

August 2, 2024 3:12 PM

રાજ્ય સહિત દેશભરમાં આગામી સપ્ટેમ્બર મહિનાથી પશુધન વસ્તી ગણતરી યોજાશે

રાજ્ય સહિત દેશભરમાં આગામી સપ્ટેમ્બર મહિનાથી પશુધન વસ્તી ગણતરી યોજાશે.ડિસેમ્બર સુધી થનારી આ પશુઓની વસ્તી ગણતરીમાં પ્રથમવાર વિચરતા પશુઓનો પણ સમાવેશ કરાયો છે.. રાજ્યની ૨૮ સહિત દેશભરની આશરે ૨૧૯ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે.પ્રથમવાર મોબાઈલ એપના ઉપયોગ સાથે એક લાખથી વધુ કર્મચારીઓ વસ્તી ગણતરીમાં ડેટા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.