પ્રાદેશિક સમાચાર

August 3, 2024 3:24 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 54 નગરપાલિકામાં 71 અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાના અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 54 નગરપાલિકામાં 71 અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાના અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આગામી સમયમાં ગુજરાત શહેરી વિકાસ કંપની - GUDC. દ્વારા નગરપાલિકાઓમાં 18 મિની ફાયર ટેન્ડર,  21 વૉટર બાઉસર, 29 વૉટર કમ ફૉમ ટેન્ડર અને 2 ઇલેકટ્રિક રેસ્ક્યૂ બોટ ...

August 3, 2024 3:22 PM

રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે

રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે..કચ્છના કોટેશ્વર, ઉના પાસે નલીયા માંડવી તથા કેવડીયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતની મંજૂરી બાદ ત્રણેય સફારી પાર્કની કામગીરી શરૂ થશે. કેવડીયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર...

August 3, 2024 3:17 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને 15મી ઓગસ્ટ સુધી દરીયાકાંઠે કે ખાડી વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને 15મી ઓગસ્ટ સુધી દરીયાકાંઠે કે ખાડી વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇનચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, 15 ઓગસ્ટ દરમ્યાન માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર...

August 3, 2024 2:50 PM

પેરિસ ઓલિમ્પકમાં આજે આઠમા દિવસે ભારતના ખેલાડીઓ નિશાનેબાજી, તિરંદાજી, બોક્સિંગ અને ગોલ્ફ સહિતની રમતોમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પકમાં આજે આઠમા દિવસે ભારતના ખેલાડીઓ નિશાનેબાજી, તિરંદાજી, બોક્સિંગ અને ગોલ્ફ સહિતની રમતોમાં ભાગ લેશે. મનુ ભાકર બે ચંદ્રક જીત્યા બાદ હાલ નિશાનેબાજીમાં મહિલાઓની 25 મીટરની સ્પર્ધામાં ત્રીજા ચંદ્રક માટે રમી રહ્યા છે. તિરંદાજીમાં બપોરે 1-50 કલાકે દિપીકા કુમારી જર્મનીના મિશેલ ક્રોપ્પનનો અને ભજન...

August 3, 2024 2:48 PM

અમરનાથ યાત્રામાં છેલ્લા 35 દિવસ દરમિયાન  4 લાખ 85 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે

અમરનાથ યાત્રામાં છેલ્લા 35 દિવસ દરમિયાન  4 લાખ 85 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. આજે 991 મુસાફરોનું એક નાનું જૂથ દર્શન માટે રવાના થયું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમરનાથ યાત્રામાં  શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે 29 જૂનથી  શરૂ થયેલી અમરનાથ યાત્રા  5...

August 3, 2024 10:55 AM

મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો અને વાહનો માટે રૂ.63 કરોડ ફાળવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો – સાધનો (ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ)ની ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ...

August 3, 2024 10:18 AM

આજે ભારતીય અંગદાન દિવસ : દિલ્હી ખાતે ગુજરાતને પાંચ શ્રેણીમાં એવોર્ડ મળશે

આજે 3 ઓગસ્ટ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૩માં અંગદાતાઓની સંખ્યામાં ૧૨૮ ટકા અને અંગોના દાનમાં ૧૭૬ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગનું દાન મળ્યું છે...

August 2, 2024 7:57 PM

રાજ્ય સરકારે ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મુક્યા

ગુજરાત વડી અદાલતના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મુક્યા છે.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગુજરાત હાઇકોર્ટે સમક્ષ હાથ ધરાયેલી સુઓમોટો અરજી ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને રાજકોટની ઘટના બા...

August 2, 2024 7:56 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7 હજાર 497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7 હજાર 497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી આ કામોનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા કરશે. અમદાવાદ મહાનગરપા...

August 2, 2024 7:54 PM

રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને ટોલ ફ્રી નંબર–૧૯૩૦ પર તુરંત સંપર્ક કરવા જણાવ્યું. વધુમાં તેમણે મોબાઇલ પર પોતાના કોઇ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.