પ્રાદેશિક સમાચાર

August 6, 2024 7:23 PM

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9 થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9 થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન ...

August 6, 2024 7:20 PM

ગાંધીનગર, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

ગાંધીનગર, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર - SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં અધિક કલેક્ટર કલ્પના ગઢવીએ રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજથી ૧૨ ઓગસ્ટ સુધી ર...

August 6, 2024 7:18 PM

વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે આજે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્ન ઉઠાવ્યા

વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે આજે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્ન ઉઠાવ્યા હતાં. શ્રી પટેલે દ્વારા દરિયા કિનારાના ગામોને સૌથી વધુ સ્પર્શતા દરિયાઈ જિલ્લાના ગામોમાં પાણીના ધોવાણથી ગામ લોકોને થતા નુકસાનના નિવારણ અંગે જરૂરી સુરક્ષા દિવાલ બનાવવાની કામગીરી અંગે જરૂરી પ્રશ્નો રજૂ...

August 6, 2024 7:16 PM

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના – ELI હેઠળ દેશમાં બે વર્ષમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના - ELI હેઠળ દેશમાં બે વર્ષમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ELI યોજનાના અમલીકરણ અંગે બેઠકના અધ્યક્ષસ્થાનેથી આ વાત કરી હતી. શ્રી માંડવિયાએ કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરાય...

August 6, 2024 7:15 PM

રાજ્યના નાના ધંધા-રોજગાર કરતા કારીગરો માટે સરકારે પહેલી જુલાઈથી “માનવ કલ્યાણ યોજના 2.O” અમલમાં મૂકી

રાજ્યના નાના ધંધા-રોજગાર કરતા કારીગરો માટે સરકારે પહેલી જુલાઈથી "માનવ કલ્યાણ યોજના 2.O" અમલમાં મૂકી છે. રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, હવે લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન-ઓજારની ખરીદી જાતે જ કરી શકે તે માટે ટૂલકિટના ઇ-વાઉચર અપાશે. લાભાર્થીઓ આ માટે ઈ-કુટીર પૉર્ટલ પર અરજી કરી શકશે. શ...

August 6, 2024 7:12 PM

આગામી નવમી ઑગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે

આગામી નવમી ઑગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે. ત્યારે રાજ્યમાં વન અધિકાર અધિનિયમ અંતર્ગત એક લાખથી વધુ વનબંધુ સાડા પાંચ લાખ હેક્ટરથી વધુ જમીનના માલિક બન્યા છે. વન અધિકાર અધિનિયમ 2006 કાયદા અંતર્ગત સરકારે વ્યક્તિગત તેમ જ સામુદાયિક કુલ 1 લાખ 2 હજાર 612 દાવા મંજૂર કર્યા છે. આના કારણે 5 લાખ 59 હજાર ...

August 6, 2024 7:10 PM

ગુજરાત સતત બીજી વખત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમે

રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નીતિ આયોગે જાહેર કરેલા સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સના ચોથા અહેવાલમાં આ માહિતી સામે આવી છે. આ અહેવાલ મુજબ, ગુજરાત રાજ્ય સતત બીજી વખત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિદ...

August 6, 2024 7:08 PM

રાજ્યમાં આવતીકાલે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે

રાજ્યમાં આવતીકાલે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે. દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર તેમ જ મુંબઈના બોરીવલી ખાતે હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળો યોજાશે. અમદાવાદમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઑડીટોરીયમ ખાતે યોજાનારા પ્રદર્શન અને ઉજવણી કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય પુરસ્કાર તથા સંત કબીર પુ...

August 6, 2024 3:32 PM

લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન-ઓજારની ખરીદી જાતે જ કરી શકે તે માટે ટૂલકિટના ઇ-વાઉચર અપાશે :ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત

રાજ્યના નાના ધંધા-રોજગાર કરતા કારીગરો માટે સરકારે પહેલી જુલાઈથી "માનવ કલ્યાણ યોજના 2.O" અમલમાં મૂકી છે. રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, હવે લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન-ઓજારની ખરીદી જાતે જ કરી શકે તે માટે ટૂલકિટના ઇ-વાઉચર અપાશે. લાભાર્થીઓ આ માટે ઈ-કુટીર પૉર્ટલ પર અરજી કરી શકશે. શ...

August 6, 2024 3:30 PM

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, એન્કેફેલાઈટીસના કુલ કેસની સંખ્યા 157 થઈ

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, એન્કેફેલાઈટીસના કુલ કેસની સંખ્યા 157 થઈ છે. સત્તાવાર યાદી પ્રમાણે, અત્યાર સુધીમાં સૌથી વધારે 16-16 કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 68 દર્દી મોત નીપજ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના 20 દર્દી હાલમાં હૉસ્પિટલમાં દાખલ છે. જ્યારે 69 દર્દીઓને રજા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.